નીલ ગાય આડી આવતાં કાર ઝાડ સાથે ટકરાઇ: દંપતી સહિત 3 મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

આણંદ:  ખંભાત-બામ‌ણવા રોડ ઉપર  કિસનપુરા પાટીયા પાસે શનિવાર  મોડીરાત્રે નીલ ગાય આડી પડતાં પૂરઝડપે જઇ રહેલ કારના ચાલકે કાબુ ગુમાવતા  કાર રોડની  સાઇડમાં  આવેલઝાડ સાથે ધડાકાભેર અથડાતાં કારમાં સવાર જમાઇ, સાસુ અને સસરાનું મોત નિપજ્યું હતું. જ્યારે બે દીકરીઓને ઇજા થઇ હતી. 

 

જંલુધના વાળંદ દંપતી,જમાઇનું કાર અકસ્માતમાં મોત


ખંભાતના જલુંધ ગામે ગોરધનભાઇ કાશીભાઇ વાળંદ પત્ની મંજુલાબેન અને દીકરી અસ્મીતાબેન સાથે રહે છે. ગોરધનભાઇની બીજી દીકરી નયનાબહેન સાસરી અમદાવાદ ખાતે રહે છે. ગોરધનભાઇના સંબંધીમાં લગ્નપ્રસંગ હોઇ અમદાવાદથી ગોરધનભાઇના જમાઇ પિન્કેશકુમાર વિનુભાઇ પારેખ અને પુત્રી નયનાબેન શનિવારે કારમાં અમદાવાદથી જલુંધ આવ્યા હતા અને જલુંધથી ગાડીમાં ગોરધનભાઇ, મંજુલાબહેન તેમજ અસ્મીતાબેન એમ પાંચેય જણા સંબંધીના ત્યાં લગ્નપ્રસંગમાં રૂદેલ ગયા હતા

 

ખંભાત- બામણવા રોડ પર કિસનપુરા પાસેનો બનાવ

 

અને લગ્નપ્રસંગ પતાવીને મોડીરાત્રે આખુ પરિવાર રૂદેલથી પરત જલુંધ આવવા નીકળ્યું હતું. મોડીરાત્રે કિસનપુરા પાટીયા પાસે અચાનક જ નીલ ગાય આડી પડતા કે અન્ય કોઇ કારણોસર કારચાલક પિન્કેશભાઇએ સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર ધડાકાભેર રોડની સાઇડમાં ઝાડ સાથે અથડાઇ હતી અને કારનો આગળનો ભાગ લોચો વળી ગયો હતો.  ગમખ્વાર આ અકસ્માતમાં ગોરધનભાઇ કાશીભાઇ વાળંદ, મંજુલાબેન ગોરધનભાઇ વાળંદ રહે જંલુધ અને જમાઇ પીન્કેશકુમાર વિનુભાઇ પારેખ (રહે અમદાવાદ)નું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે નયનાબહેન પીન્કેશભાઇ અને અસ્મીતાબહેન ગોરધનભાઇને ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...