ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Madhya Gujarat » Latest News » Anand» કનેવાલઃ ગુજરાતનું એક એવું ગામ, જે આજેય ઝંખે છે વીજળીનો ઉજાસ | Kanwal: One of the village of Gujarat that still wants to celebrate the lightning

  કનેવાલઃ ગુજરાતનું એક એવું ગામ, જે આજેય ઝંખે છે વીજળીનો ઉજાસ

  Chetan Purohit, Ahmedabad | Last Modified - May 08, 2018, 10:25 AM IST

  ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસી શકે એવાં રળિયામણાં ગામમાં વીજળી ન હોવાથી ચકલું ય ફરકતું નથી
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

   કનેવાલઃ વિકાસનો એક ચહેરો જો રિવરફ્રન્ટ છે તો તેનો સામે છેડો દરેક શહેરમાં ફેલાયેલી ગંદી ઝુંપડપટ્ટીઓ છે. વિકાસનો એક ચહેરો જો બીઆરટીએસ છે તો તેનો સામો છેડો દરેક શહેરની સડકો પર સર્જાતો ટ્રાફિક જામ છે. એ જ રીતે, વિકાસનો એક ચહેરો જો અમદાવાદના સીજી રોડ કે સુરતના ઘોડદોડ રોડ કે રાજકોટના રેસકોર્સ રોડની ચકાચૌંધ રોશની છે તો બીજો ચહેરો છે તારાપુર તાલુકામાં આવેલું કનવેલ ગામ, જે આજે પણ વીજળી જેવી પ્રાથમિક સુવિધાથી વંચિત છે.

   ગાંધીનગરથી ૧૨૦ કિમી અને અમદાવાદથી તો માત્ર ૧૦૦ કિમી દૂર આવેલું આ કનવેલ ગામ ખરેખર તો એક ટાપુ પર વસે છે. એક સમયે પાંચસોથી વધુ વસ્તી ધરાવતું આ ગામ ખરેખર તો એક ટાપુ પર વસે છે. સદીઓથી આ ટાપુને જ પોતાનું ઘર બનાવીને રહેતાં લોકો આજે પોતાના વડવાઓની આ ભૂમિ છોડવા માટે મજબૂર બની રહ્યાં છે અને તેનું એકમાત્ર કારણ એ છે કે અહીં સરકાર હજુ સુધી વીજળી પહોંચાડી શકી નથી.

   DivyaBhaskar.comનું અભિયાન... ચાલો, આ ગામમાં ઉજાસ રેલાવીએ

   ગામમાં વીજળી નથી એટલે અહીં હવે રહેવું મુશ્કેલ બની રહ્યું છે. ટાપુ હોવાના કારણે આમ પણ રોજગારીની તકો મર્યાદિત છે, પરંતુ વીજળીના અભાવના કારણે એ મર્યાદા ય હવે તો વિકરાળ બની રહી છે. વીજળી નથી એટલે અહીં વસતાં યુવાનોને લગ્ન માટે કોઈ કન્યા હા નથી પાડતી. યુવાનોના લગ્ન, રોજગારી, બાળકોના ભણતર અને વૃદ્ધોની બિમારી સહિતની તમામ સમસ્યાનું મૂળ અને તમામ સમસ્યાનો ઉકેલ વીજળીનો એક બલ્બ હોય ત્યારે સરકાર ઉપરાંત સમગ્ર રાજ્યની જવાબદારી બને છે કે કનેવાલ ગામમાં આપણે ઉજાસ પાથરીએ. અત્યંત રળિયામણું અને નૈસર્ગિક સૌંદર્ય ધરાવતા આ ગામને નકશામાંથી હંમેશ માટે નેસ્તનાબુદ થઈ જતું બચાવવા DivyaBhaskar.com પ્રત્યેક ગુજરાતીને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કરે છે.

   ક્યાં આવ્યું છે કનેવાલ? કેમ છે વીજળીથી વંચિત

   આણંદ જિલ્લાના તારાપુરથી આગળ વલ્લી ગામ પાસે મીઠા પાણીનું આશરે ૨૬ કિલોમીટરનો ઘેરાવો ધરાવતું નૈસર્ગિક સરોવર આવેલું છે. આ સરોવરની વચ્ચે આવેલ ટાપુ પર કનેવાલ ગામ વસ્યું છે. ગામમાં ખેતીલાયક જમીન પણ છે અને સ્થાનિક રહેવાસીઓ અહીં પેઢીઓથી ખેતીકામ સાથે સંકળાયેલા છે. કાંઠા સુધી આવ-જા માટે હોડી એ એકમાત્ર સાધન છે. સરોવરમાં કમળની ખેતી થતી હોવાથી મોટરબોટનો ઉપયોગ પણ શક્ય નથી. આશરે ૧૫ માથોડાં ઊંડા તળાવમાં વાંસના હલેસાથી ચાલતી સાદી હોડી એ જ કનેવાલને બાકીની દુનિયા સાથે જોડતું સાધન છે.
   ટાપુ હોવાના કારણે આરંભથી જ અહીં વીજળી લાવવા માટેના પ્રયત્નો પ્રત્યે સરકાર તેમજ તંત્ર ઉદાસિન રહ્યા છે. વીજળીના અભાવને લીધે અહીં ક્રમશઃ વસતી ઘટી રહી છે અને પેઢીઓ જૂની પોતાની ભૂમિ તેમજ પરંપરાથી વિખૂટા પડવાનું દર્દ કોઈને સમજાતું નથી.

   અદભૂત ટૂરિસ્ટ સ્પોટ બની શકે એવા સ્થળ પ્રત્યે સદંતર બેદરકારી

   આજે નર્મદા સહિતની ગુજરાતની નદીઓ સુક્કીભઠ છે ત્યારે કનેવાલનું તળાવ આજે પણ હિલોળા લે છે. તળાવ ફરતી વૃક્ષોની લીલીછમ હાર, કાંઠે પથરાયેલું રળિયામણું ઘાસ અને કાળઝાળ ગરમી વચ્ચે ય વર્તાતી કુદરતી ઠંડક આ વિસ્તારને યાદગાર ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસાવવાની તમામ શક્યતાઓ આપે છે. પરંતુ ગામમાં વીજળી ન હોવાથી તેનો વિકાસ થઈ શકતો નથી. જ્યાં ટૂરિસ્ટના ધાડાં ઉમટવા જોઈએ એ ગામમાં ચકલું ય ફરકતું નથી.

   દરેક ચહેરો પૂછે છેઃ તમે અમને લાઈટ અપાવશો?

   કુદરતના ખોળે વસેલા આ ગામમાં હજુ એક સદી પહેલાં આશરે ૫૦૦ લોકો રહેતાં હતાં. પરંતુ હાલાકીના કારણે ધીમે ધીમે અહીં વસ્તી ઘટવા લાગી. આજે માત્ર ૧૦૦ લોકો અહીં વસે છે. વીજળીની અવેજીમાં તળાવની સામે પાર વસતાં કોઈ પરિચિત, સ્વજન બેટરી ચાર્જ કરીને મોકલે તો તેના સહારે બે કલાક પૂરતું જરાક અજવાળું પથરાય. બેટરી ડિસ્ચાર્જ્ડ થાય એટલે ગામને ફરીથી અંધારૂં ગળી જાય છે. આવી જગ્યાએ રહેવું હોય તો પણ કોણ રહે?

   DivyaBhaskar.comની ટીમ જ્યારે કનેવાલ તળાવ પહોંચી ત્યારે ભરબપોરનો ધોમ ધખતો હતો. ગામના કેટલાંક યુવાનોએ ફોન કર્યો એટલે ટાપુએથી હોડી આવી. હોડીનું તળિયું પણ કાણું, જેમાં સતત પાણી ભરાતું રહે. એ પાણી ડબલે-ડબલે સતત ઉલેચતાં રહેવાનું. અમે જ્યારે ગામમાં પહોંચ્યા અને ગામલોકોને મળ્યા ત્યારે સૌના ચહેરા પર એક જ સવાલ તરવરતો હતોઃ અમારા ગામમાં લાઈટ ક્યારે આવશે? અમે તેમની જીવનશૈલી વિશે પૂછ્યું. તેમની આજીવિકા, બાળકોના શિક્ષણ માટેની સુવિધા, સાધારણ માંદગી સામે આરોગ્યની સવલત વિશે પૂછ્યું. દરેક સવાલના જવાબમાં સૌએ કહ્યું, 'બધી રીતે લીલાંલહેર જ છે, જો અમારા ગામમાં તમે વીજળી લાવી શકો તો!'

   કેવી રીતે જીવે છે કનેવાલના લોકો? કેવી છે એમની સમસ્યા અને કેવી રીતે તેઓ શોધે છે સમસ્યાનું સમાધાન? શા માટે તંત્ર છે આટલું ઉદાસિન અને બેપરવા?

   વાંચો આવતીકાલે

   અહીં કમેન્ટ કરો અને જોડાવ અમારા અભિયાનમાં... 'ચાલો, આ ગામમાં ઉજાસ રેલાવીએ...'

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Madhya Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કનેવાલઃ ગુજરાતનું એક એવું ગામ, જે આજેય ઝંખે છે વીજળીનો ઉજાસ | Kanwal: One of the village of Gujarat that still wants to celebrate the lightning
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Madhya gujarat

  Trending

  X
  Top