બોરસદમાં અપશબ્દો બોલતાં યુવકને મિત્રએ માથા પાછળ મુક્કો મારતાં મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: બોરસદ શહેરના જાકલી તળાવ વિસ્તારમાં સોમવાર સાંજના મિત્રો વાત વાતમાં ઝધડી પડતાં એક મિત્રએ બીજા મિત્રને માથાની પાછળના ભાગે જોરથી મુકકો મારી ઇજાઓ પહોંચાડતાં યુવકનું મોત નિપજયું હતું. આ અંગે બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે.

 

જાકલી તળાવ પર મિત્રો ભેગા મળીને વાતો કરતાં હતા 


બોરસદ શહેરની રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને મૂળ દાહોદ જિલ્લાના સારમારીયા ગામના મનીષ કલસીંગભાઇ પરમારનો પીતરાઇ ભાઇ રાહુલ દલુભાઇ પરમાર(ઉ.વ.18) પોતાની માતા અને પાંચ ભાઇઓ સાથે મારૂતી હોસ્પિટલ પાસે રહે છે. છેલ્લા ત્રણ માસથી રાહુલ નડીઆદ અને પાટણમાં મંજૂરી કરતો હતો. અને ઉત્તરાયણનો તહેવાર  મનાવવા તે બોરસદ આવ્યો હતો. અને સોમવાર સાંજના 7-30 વાગ્યના અરસામાં કાંતિભાઇ રાઠોજ રહે ચુવાની બાઇક પર બજારમાં ફરવા ગયો હતો.

 

બોરસદ જાકલી તળાવ નજીક શીવાભાઇ કાંતિભાઇ રાઠોડ,કૌશિક ઉર્ફે બંટી વાલજીભાઇ ભગોરા અને અનીલભાઇ કીર્તનભાઇ ડામોર ભેગા મળીને વાતો કરી રહ્યા હતાં. રાહુલ અને અનીલ વચ્ચે વાત વાતમાં બોલાચાલી થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી અનીલે ઉશ્કેલાઇ જઇને રાહુલને માથાની પાછળના ભાગે  જોરથી મુકકો મારતાં કૌશિક અને શીવાભાઇએ વચ્ચે પડીને રાહુલને છોડાવ્યો હતો.પરંતુ જોરથી મુકકો વાગવાના કારણે રાહુલને ગંભીર ઇજાઓ થતાં તે બેભાન થઇ ગયો હતો.

 

કૌશિક અને શીવાભાઇ રાહુલને બાઇક પર બેસાડી મનીષ પરમારના ઘરે મુકી ગયા હતા.અને થોડીવારમાં અનીલ મનીષના ઘરે આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે રાહુલ મને અપશબ્દો બોલતો હતો.જેથી ગુસ્સામાં મે તેને મુકકો માર્યો હતો.તેમ કહીને તે ભાગી ગયો હતો.ત્યારબાદ ગંભીર રીતે ઘવાયેલ રાહુલને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.જયાં ફરજ પરના ડોકટરે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મનીષ કલસિંહ પરમારે બોરસદ ટાઉન પોલીસ મથકે અનીલ કીર્તનભાઇ ડામોર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...