ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત કરનાર મંડળને રૂ. 10 હજારનું ઇનામ અપાશે

પર્યાવરણ બચાવવા માટે વિદ્યાનગર પાલિકા અને શહેર ભાજપનો નિર્ણય

DivyaBhaskar.com | Updated - Sep 12, 2018, 10:12 AM
Fixed Ganeshas eco-friendly idol, worth Rs. 10 thousand prizes will be given

આણંદ: ગણેશોત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિનું ચલણ ઘટાડવા તથા તળાવ અને કેનાલના જળને પ્રદુષિત થતું અટકાવવાના હેતુથી વિદ્યાનગર શહેર ભાજપ અને નગરપાલિકા દ્વારા ઇકોફ્રેન્ડીલી મૂર્તિ પ્રસ્થાપિત કરનાર મંડળોને પ્રોત્સાહન રૂપે રૂા.10 હજારનું ઇનામ આપવામાં આવશે. વિદ્યાનગર શહેર ભાજપના પ્રમુખ જૈમિન પટેલે જણાવ્યું હતું કે, ગણેશોત્સવમાં પીઓપી મૂર્તિઓનો ઉપયોગ વધુ થાય છે.તેના કારણે જળ પ્રદુષિત થતાં જળજીવોના જીવ જોખમમાં મુકાય છે.તેમજ પાણીના અભાવે મૂર્તિ વિસર્જન યોગ્ય રીતે થતું નથી. તેમજ પર્યાવરણને નુકશાન થાય છે.

માટીના ગણેશજી સાથેની સેલ્ફી મોકલો
દિવ્ય ભાસ્કર દ્વારા ચરોતરમાં માટીના ગણેશજીની પ્રતિમાની સ્થાપના ઘરમાં, ઓફિસ, દુકાન કે સ્કુલ- કોલેજ તથા સાર્વજનિક મંડળો દ્વારા કરાઇ હોય તેની સેલ્ફી મોકલો. આ ફોટો ચરોતર ભાસ્કરની આવૃતિમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.વોટ્સઅપ કે ઇમેલ પર તસવીર મોકલી શકો છો. આણંદ જિલ્લા માટે વોટ્સઅપ - 9376123424 અને ઇમેલ- divyabhaskarand@gmail.com તથા ખેડા જિલ્લા માટે વોટ્સપ- 9825329196 અને ઇમેલ - divyabhaskarnad@gmail.com


ગણપતિ પૃથ્વીતત્વના હોવાથી માટીની મૂર્તિ શ્રેષ્ઠ : શાસ્ત્રી
નડિયાદ: ગણેશજી પૃથ્વીતત્વ, નારાયણ જળતત્વ, સૂર્ય અગ્નિતત્વ, દેવી વાયુતત્વ અને શિવજી આકાશ તત્વ છે. ભગવાન ગણેશજીએ પૃથ્વીતત્વ સ્વરૂપે હોવાથી તેની મૂર્તિ પણ માટીની જ બનાવવી તે હિતાવહ છે. એમ નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કાર ધામના પ્રણેતા પદ્મશ્રી ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રીએ જણાવ્યું હતું.

શ્રીમદ ભાગવતજીમા સ્કંધ 11અધ્યાય 27 શ્લોક 12માં પણ માટીની મૂર્તિની સ્પષ્ટતા છે. આઠ પ્રકારની મૂર્તિઓમાં માટીની મૂર્તિ પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે. સત્સથ પુરાણમાં પણ અધ્યાય 258 શ્લોક 20 અને 21માં માટીની મૂર્તિ માટે ઉલ્લેખ છે. સંસ્કૃતભાષાના ખૂબ જ પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથ વૃદ્ધહરિતગ્રંથમાં અધ્યાય-8 183 થી 180 શ્લોક સુધી માટીની મૂર્તિનું મહત્વ દર્શાવેલ છે. આપણે ત્યાં લાલમાટી અને નળીમાટી હોય છે. લાલમાટીથી મૂર્તિ બનાવી એવું ગ્રંથોમાં જણાવેલું છે. સુગમ યાગ વિધાનમ ગ્રંથમાં પણ શિવલિંગ અને મૂર્તિઓના મહાત્યમાં માટીની મૂર્તિ અનેક ફળ આપનારી છે. પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રીજીના વચનો પ્રમાણે પાંચતત્વથી આ વિશ્વ બનેલ છે. જેને પરમેશ્વર કહેવાય છે.


વિસર્જન માટે કુંડ બનાવવો

ચરોતર પંથકમાં આવેલી નદીઓ અને નહેરોમાં પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ નથી. નદીઓના જળસ્તર ઘણા નીચા છે. ત્યારે આણંદ જિલ્લામાં ભગવાન ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કુંડ બનાવવો જોઇએ. જેથી મૂર્તિઓને કારણે નદી, તળાવ, નહેરોનું પ્રાણી પ્રદુષિત થાય નહી. આવી ચરોતરની ધર્મપ્રેમી અને પર્યાવરણ પ્રેમી પ્રજાની લાગણીને માંગણી પણ છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

Fixed Ganeshas eco-friendly idol, worth Rs. 10 thousand prizes will be given
Fixed Ganeshas eco-friendly idol, worth Rs. 10 thousand prizes will be given
X
Fixed Ganeshas eco-friendly idol, worth Rs. 10 thousand prizes will be given
Fixed Ganeshas eco-friendly idol, worth Rs. 10 thousand prizes will be given
Fixed Ganeshas eco-friendly idol, worth Rs. 10 thousand prizes will be given
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App