Home » Madhya Gujarat » Latest News » Anand » તારાપુરના ખેડૂતોએ આપી સામુહિક આત્મવિલોપનની ચિમકી | Farmers Give Threat To Collective Suicide In Tarapur

તારાપુરના ખેડૂતોએ આપી સામુહિક આત્મવિલોપનની ચિમકી

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 12:35 AM

સરકાર જો વોટર પાર્ક માટે પાણી આપી શકતી હોય તો ખેડૂતોને કેમ નહી?

  • તારાપુરના ખેડૂતોએ આપી સામુહિક આત્મવિલોપનની ચિમકી | Farmers Give Threat To Collective Suicide In Tarapur
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    કનેવાલ તળાવમાંથી પાણી નહીં અપાય તો ખેડૂતો મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વિરોધ કરશે

    તારાપુર: તારાપુર તાલુકાના કનેવાલ તળાવ પાસે ખેડૂતોનો ઉભો પાક પાણીના અભાવે બળી રહ્યો છે. જયારે બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે લાખો લીટર પાણીનો વેડફાય રહ્યું છે.જેને લઇને ખેડૂતોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઇ છે. ખેડૂતોને ઉનાળુ ડાંગર માટે કનેવાલ તળાવમાંથી પાણી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વોટર પાર્કના ઉદઘાટન કાર્યક્રમમાં વિરોધ નોંધાવશે તેમજ સામુહિક આત્મવિલોપન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે.


    સરકાર દ્વારા જે તે સમયે સૌરાષ્ટ્રમાં પાણીના પાઇલ લાઇન નાખવામાં આવતી હતી.ત્યારે કનેવાલ તળાવને ભરી ને ત્યાંથી પાણી સૌરાષ્ટ્રને આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું .તે વખતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યા હતો. ત્યારે સરકાર દ્વારા ઠરાવ કરી આપવામાં આવ્યો હતો કે ખેડૂતોને અહીંથી બારેમાસ ખેતીમાટે પાણી આપવામાં આવશે. જેથી ખેડૂતો માન્યા હતા. કનેવાલ તળાવ બારેમાસ વધુ લેવલ હોવાને કારણે આજુબાજુની જમીનમાં ક્ષારનુ પ્રમાણ વધી ગયુ છે. જેને કારણે આ જમીનમાં ઘઉંની ખેતી ખેડૂતો કરી શકાતા નથી, જયારે ચોમાસામાં કનેવાલ તળાવ ઓવરફલો થાગ છે ત્યારે પાણીના નિકાલ માટે તળાવના નળ ખોલી નાખવામાં આવે છે જેને કારણે ખેતરોમાં પાણી ઘુસી જતાં પાક કોહવાઇ જાય છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ઉનાળું ડાંગર ધ્વારા જ જીવનનિર્વાહ થતો હોય છે.

    તસવીરો: સંદીપસિંહ રાણા, તારાપુર

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખેડૂતો વિરોધ નોંધાવશે.....

  • તારાપુરના ખેડૂતોએ આપી સામુહિક આત્મવિલોપનની ચિમકી | Farmers Give Threat To Collective Suicide In Tarapur
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાલપંથકમાં પાણીના અભાવે ડાંગરનો પાક બળી રહ્યો છે

    મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ખેડૂતો વિરોધ નોંધાવશે

     

    જો સરકાર ધ્વારા હાલ કનેવાલના નળ ખોલી પાણી નહીં આપવામાં આવે તો જયારે મુખ્યમંત્રી  વિજય રૂપાણી  જયારે વોટરપાર્કનુ ઉદ્ઘાટન કરવા આવશે ત્યારે આ સો જેટલા ખેડૂતો પરિવાર સાથે ત્યા જઈ પોતાનો વિરોધ નોંધાવશે. - બેચરભાઈ પરમાર, અગ્રણી વરસડા તારાપુર

     

    આગળની સ્લાઇડ્સમાં વાંચો, હું પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાઇશ.....

  • તારાપુરના ખેડૂતોએ આપી સામુહિક આત્મવિલોપનની ચિમકી | Farmers Give Threat To Collective Suicide In Tarapur
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સરકાર જો વોટર પાર્ક માટે પાણી આપી શકતી હોય તો ખેડૂતોને કેમ નહી?

    હું પણ ખેડૂતોની સાથે વિરોધમાં જોડાઇશ


    એક તરફ મોજમસ્તી કરવા માટે વોટર પાર્કમાં લાખો લીટર પાણી જો આપી શકતી હોય તો આ ખેડૂત પરિવારો ને અન્યાય શુ કામ. જો આ લોકોને ચોમાસામાં નુકશાન થતુ હોય ત્યારે ખેડૂતોને ઉનાળામાં આ નુકશાનની ભરપાઈ થવી જોઈએ, ખેડુતો મુખ્યમંત્રીને રજુઆત કરવા જશે તો હુ પણ તેઓની સાથે જઈશ. - પુનમભાઈ પરમાર, ધારાસભ્ય સોજીત્રા

  • તારાપુરના ખેડૂતોએ આપી સામુહિક આત્મવિલોપનની ચિમકી | Farmers Give Threat To Collective Suicide In Tarapur
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ