5 પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા, ભાજપને ઓડ પાલિકા ગુમાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: આણંદ જિલ્લાની 5 પાલિકામાં સોમવારના રોજ પ્રમુખ -ઉપપ્રમુખ પદમાટે ચૂંટણી યોજાઇ હતી.જેમાં કરમસદ,આંકલાવ અને ઓડ નગરપાલિકામાં ચૂંટણી યોજાઇ હતી.કરમસદ અને ઓડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાયો હતો.પરંતુ બંને પાલિકામાં જે તે પક્ષની બહુમતી હોવાથી પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા છે.જયારે આંકલાવમાં અપક્ષો વચ્ચે જંગ ખેલાયો હતો.જો કે આંકલાવમાં કોંગ્રેસ દબદબો હોવા છતાં તેઓ પાલિકાની સતા દૂર રહ્યા હતા.

 

આતશબાજી સાથે ગુલાબની છોળો ઉડી

 

જયારે ભાજપને ઓડ પાલિકા ગુમાવવાનો વખત આવ્યો હતો.પ્રથમ વખત કોંગ્રેસના બેનરપર ચૂંટણી લડી હોવા છતાં ઓડ અને બોરીઆવી નગરપાલિકામાં સતા મેળવવામાં સફળ રહી છે.જેની અસર 2019માં લોકસભાની ચૂંટણીમાં વર્તાઇ તેવી સંભાવના છે.જો કે કોંગ્રેસ-ભાજપ મોવડી મંડળે મેન્ડેટ મોકલીને નકકી કરેલ ઉમેદવારોને તમામ પાલિકામાં માન્ય રાખવામાં આવ્યા હતા.જેથી શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પૂર્ણ થઇ હતી.કોઇ જગ્યો બળવો ન થતાં સ્થાનિક નેતાઓને હાશ થઇ હતી.પરિણામ જાહેર થયાબાદ કાર્યકરોએ વિજેતા પ્રમુખ-ઉપપ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.

 

કરમસદઃ પ્રમુખ તરીકે દર્શનાબેને તથા ઉપપ્રમુખ નિલેશ પટેલ ચૂંટાયા

 

કરમસદ પાલિકામાં ચૂંટણી અધિકારી અમીબેન પટેલના અધ્યક્ષસ્થાને પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી.જેમાં ભાજપના 20 સભ્યો અને કોંગ્રેસના 8 સભ્યો ચૂંટાયા હતા.જેથી પ્રમુખ-ઉપપ્રમુખ પદ માટે બે -બે ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી.જેમાં ચૂંટણી અધિકારીએ પ્રમુખ પદ માટે ભાજપના દર્શનાબેન ધ્રુવલભાઇ પટેલ અને કોંગ્રેસના રીટાબેન ભરતભાઇ સોલંકી વચ્ચે જંગ તથા ઉપપ્રમુખ પદ માટે મર્હષિભાઇ પટેલ ઉમેદવારી રજૂઆત કરી હતી.જેમાં ભાજપના ઉમેદવારોને 20 અને કોંગ્રેસના 8 મત મળ્યા હતા.જેથી ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે દર્શનાબેને પટેલ તથા ઉપપ્રમુખ નિલેશ પટેલને ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... વિદ્યાનગર  પાલિકામાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા

અન્ય સમાચારો પણ છે...