આણંદ / મોદી સરકારના પૂર્વ મંત્રી જયનારાયણ વ્યાસે કહ્યું, ખેડૂતોને 6 હજાર રૂપિયા નહીં પોષણક્ષમ ભાવ જોઈએ છે

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 08:32 AM
જયનારાયણ વ્યાસ
જયનારાયણ વ્યાસ
X
જયનારાયણ વ્યાસજયનારાયણ વ્યાસ

  • દેશના GDPનો 55% વહેવાર રોકડમાં થાય છે, તેથી નોટબંધી કરવી નિરર્થક: વ્યાસ
  • પૂર્વ આરોગ્ય મંત્રીએ બજેટ પર વ્યાખ્યાન આપ્યું

આણંદ: ગુજરાતની મોદી સરકારમાં મંત્રી રહેલા જયનારાયણ વ્યાસનું આણંદની SP યુનિ.માં વ્યાખ્યાન હતું. તેમણે કેન્દ્ર સરકારના વચગાળાના બજેટ વિશે કહ્યું કે ખેડૂતોને 6 હજાર રૂપિયાની નહીં પોષણક્ષમ ભાવો ની જરૂર છે.

S P યુનિવર્સિટીમાં વચગાળાના બજેટ પર વ્યાખ્યાન
1.વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના એમ.પી. પટેલ ઓડિટોરીયમ હોલમાં વચગાળાના બજેટ પર યોજાયેલા વ્યાખ્યાન સમારોહમાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ દેશના જીડીપીનો 55 ટકા વહેવાર રોકડમાં થાય છે. તેથી નોટબંધી કરવી નિરર્થક છે.
GSTનું અમલી કરણ એકંદરે સારું
2.તેમણે જીએસટીના અમલીકરણ સંદર્ભે સરકારની પ્રશંસા કરી હતી. ઈન્ટરીમ બજેટની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વચગાળાનું બજેટ હોવા છતાં પણ આ બજેટ એકંદરે સારૂં છે. 
સરકારની ખેડૂત સબસિડીની ટીકા
3.ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને ખેતીક્ષેત્રમાં જો અમૂલ મોડલ અપનાવીએ તો ગુજરાતના ગામડાં સમૃદ્ધ થઈ શકે. સરકારની ખેડૂતોને રૂા. છ હજારની સબસિડીની તેમણે ટીકા કરી હતી. 
4.

બીજી તરફ આ પ્રસંગે હાજર રહેલા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ બજેટ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જીડીપીના 70 ટકા સર્વિસ સેક્ટરમાંથી આવે છે. 

તેમણે વિદ્યાર્થીઓને સીધા વેરા અને આડકતરા વેરા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, બીજાના કરતાં વધારે કમાવો, બીજાના કરતા વધારે બચાવો પણ બીજા કરતાં ઓછો ટેક્સ આપો. 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App