Home » Madhya Gujarat » Latest News » Anand » દિવ્યાંગને ધમકી આપનારા સરપંચના પતિ વિરૂદ્ધ ફરિયાદ | Complaint Against Sarpanch Husband To Threatening Disabled

દિવ્યાંગને ધમકી આપનારા સરપંચના પતિ વિરૂદ્ધ ફરિયાદ

Divyabhaskar.com | Updated - Apr 07, 2018, 12:29 AM

રાસનોલ આત્મવિલોપન કેસમાં મોડે મોડે કાર્યવાહી

  • દિવ્યાંગને ધમકી આપનારા સરપંચના પતિ વિરૂદ્ધ ફરિયાદ | Complaint Against Sarpanch Husband To Threatening Disabled

    પ્રતિકાત્મક તસવીર

    આણંદ: આણંદ તાલુકાના રાસનોલ ગામ સ્થિત મકનપુરામાં રહેતા ગણપતસિંહ પરમાર અને તેમના પત્ની મીનાબેન દિવ્યાંગ છે. તેઓ સરકાર તરફથી મળવાપાત્ર મકનપુરા ગ્રામ પંચાયતની જમીનમાં કાચું મકાન બનાવીને રહે છે. આ પરિવારને ગામના મહિલા સરપંચના પતિ શંકર મગન પરમાર અને પંચાયત સભ્ય રમેશ કાન્તી નાયક પંચાયતની જમીન ખાલી કરાવી દેવાના મામલે ધમકી આપતા હતા. તેમણે સરકાર દ્વારા વિકલાંગ ધારા 1991 મુજબ મકાન બનાવવા માટે જમીન મળવાપાત્ર હોવાનું પણ જણાવ્યું હતું.

    આ મામલે તેમણે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. જેને પગલે ગુરૂવારે તેઓ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. મોડે મોડે ખંભોળજ પોલીસે બંને સાને ફરિયાદ નોંધી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ