ચરોતર ભક્તિમય બન્યું : જય રણછોડના નાદ ગૂંજ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડા-આણંદ: જિલ્લામાં અષાઢી બીજના પાવન પર્વે ભક્તોને દર્શન આપવા ભગવાન જગન્નાથ ચાંદીના રથમાં બીરાજમાન થઇ નગરચર્યા પર નીકળ્યાં હતાં. રથયાત્રાના રૂટ પર કોમી અેખલાસના દ્રશ્યો જોવા મળ્યા હતાં. તો સાંજે વરસાદી ઝાંપટા પડતાં હરિભક્તોના ઉત્સાહનો કોઇ પાર રહ્યો ન હતો. મહુધામાં ગોપાલજી મંદિરથી, કઠલાલમાં રામજી મંદિરથી, કપડવંજમાં નારાયણ દેવ મંદિરથી, મહેમદાવાદમાં રણછોડરાયજી મંદિરથી તથા નડિયાદમાં નારણદેવ મંદિરથી શ્રીજીની રથયાત્રા પ્રસ્થાન પામી હતી. 

 

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં 

અન્ય સમાચારો પણ છે...