તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચરોતરના 14 વર્ષના બાળકે ઓસ્ટ્રેલિયામાં રોજગારી પૂરી પાડવા ગુગલ એપ બનાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાત: ચરોતરના 14 વર્ષીય બાળકે માતા પિતાના પરિશ્રમમાંથી બોધ લઇ ઓસ્ટ્રેલિયા અને કેન્યામાં લોકોને રોજીરોજી મળે તેવી  કેબ સર્વિસ માટે બનાવેલ સર્ફર એપ ઓસ્ટ્રેલિયા અને કેન્યાવાસીઓ માટે આવકનું માધ્યમ બનશે. મૂળ પણસોરાના અને હાલ પર્થ ઓસ્ટ્રેલિયા ખાતે બિઝનેશ માટે ગયેલા ભરત પટેલનો પુત્ર પ્રેમ બાળપણથી જ ભણવામાં હોશિયાર હતો. ઓસ્ટ્રેલિયામાં શિક્ષણમાં સ્થાનિક યુનિવર્સીટીના અધ્યાપકોનો પ્રેમ સંપાદિત કર્યો હતો. ભણવામાં અને સંશોધનમાં  અવ્વ્લ પ્રેમે ઓસ્ટ્રેલિયનો અને કેન્યાવાસીઓ માટે નવી જ રોજગારીની તકો ઉભી કરતી ગુગલ એપ બનાવી છે. 

 

કેબ એપનું સૂત્ર : ગમે ત્યારે ગમે ત્યાં સવારી


પ્રેમના પિતા ભરતભાઈ પટેલ જણાવે છે કે,હાલમાં ઓસ્ટ્રેલિયામાં પર્થ ખાતે ભણે છે.માતાને રેસ્ટોરન્ટમાં કાર્યરત જોઈ તે દુઃખી હોઈ તેને ધો.9માં જ  કેમેસ્ટ્રી,મેથ્સ અને બાયોલોજીમાં 100/99 પર્સન્ટેજ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતુ.કોમ્પ્યુટરમાં આઈસી ટી માં પણ 100/99 માર્ક મેળવ્યા છે.તેને સર્ફેર ગુગલ એપ બનાવી છે.આ એપનું સૂત્ર છે ગમે ત્યારે,ગમે ત્યાં સલામત સવારી.