• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • ભાજપવાળા સરદારના વતનની માટી વેચી પૈસા ખાઇ ગયા : હાર્દિક | BJPs Sardars Homeland Sold Money: Hrdik Patel

ભાજપવાળા સરદારના વતનની માટી વેચી પૈસા ખાઇ ગયા : હાર્દિક પટેલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ:  મારા સાળા સરદારના વતનની માટી વેચી ખાઇ ગયા છે. સરદારની કર્મભૂમિની માટી ગેરકાયદે વેચાઇ હોય તો તેની તપાસ થવી જોઇએ. આ દુ:ખદ બાબત છે.  સુજલામ સુફલામના નામે તળાવ ઉંડા કરીને મળતિયાઓને માટી વેચી રહ્યા છે. માટીના નાણાંમાંથી શહેરના વિકાસ માટે કામો કરવાને બદલે ભ્રષ્ટાચારનું કાવતરુ થઇ રહ્યું છે. કોઇને ખબર ન પડે તેમ ભાજપ ભાજપ સાયલેન્ટ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે.એમ કરમસદ ખાતે પાસના કન્વીનર હાર્દિક પટેલે કહ્યુ હતું. 

 

કરમસદ નાગરિક સમિતિના નેજા હેઠળ ઉપવાસ કરી રહેલા ઉપવાસીઓના આજે સાંજે હાર્દિક પટેલે પારણાં કરાવ્યાં હતાં. ત્યારબાદ પત્રકારોને જણાવ્યું હતું કે,કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવા ઉપવાસ આંદોલન છેડાયુ હતું. ત્યારે ભાજપના જીતુભાઈ વાઘાણી આવીને લોલીપોપ આપી દીધી છે. જ્યારે કરમસદના ચૂંટાયેલા નગરપાલિકાના કાઉન્સિલરોને ઉપવાસ પર બેસવું પડ્યું છે. ગુજરાતમાં એકહથ્થુ શાસન ચાલી રહ્યું છે. તેના કારણે દાદાગીરી વધતી જાય છે. સરદારની ભૂમિની માટી વેચાતી હોય તે દુ:ખદ બાબત છે. ભાજપને સરદાર સાહેબ માટે કોઇ લાગણી નથી તે સરદારના નામે રાજકારણ રમે છે. 

 

પાટીદાર મહાપંચાયતમાં પાટીદાર ધારાસભ્યો નહી આવે તો ઝભ્ભા ફાટશે 

 

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 26મી મેએ ધાંગ્રધાના મોટી માલવણ ખાતે પાટીદાર મહાપંચાયત યાેજાવાની છે. તેના માટે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને કોંગ્રેસના વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીને પત્ર લખીને પાટીદાર ધારાસભ્યોને પાટીદાર પંચાયતમાં મોકલવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં અનામત આંદોલન દરમિયાન પાટીદાર અગ્રણીઓ સામે દેશદ્રોહના કેસો પાછા ખેંચવાની સરકાર સમક્ષ માંગણી કરાશે. અમારી સામેના કેસો પાછા ન ખેંચવા હોય તો પછી ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસો ચલાવી દેવા જોઇએ. પાટીદાર પંચાયત હાજર નહી રહેનાર નેતાઓ પછી જાહેરમાં ઝભ્ભા ફાટી શકે છે. પાટીદાર શહીદયાત્રા સંદર્ભે પૂછાયેલા પ્રશ્ન સંદર્ભે હતું કે, બધાને ખબર છે કે, છેલ્લા ત્રણ વર્ષથી મારી પર મહેસાણા જિલ્લામાં જવાનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી હું ઉંઝા ખાતે જઇ શકવાનો નથી. આ ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા હાર્દિક કોંગ્રેસનો પીઠ્ઠુ હોવાનો આરોપ મુકાયો છે. તેવા સવાલના જવાબમાં તેણે જણાવ્યું હતું કે તે તો છેલ્લા ચાર વર્ષથી આવું બોલે છે. 

 

વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો