તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બી.એડ્. અને એલ.એલ.બી. ને માસ્ટર્સ કોર્સ ગણી યુનિ.એ દસ ગણી રજિસ્ટ્રેશન ફી વસૂલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં તાજેતરમાં કરવામાં આવેલી ઓનલાઈન પ્રવેશપ્રક્રિયામાં બી.એડ. અને એલ.એલ.બી.ને માસ્ટર્સ કોર્સ ગણીને તેની દસ ગણી રજિસ્ટ્રેશન ફી વધુ લઈ હોવાની વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાઇ છે. સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયામાં સ્નાતક કોર્સ માટે રજિસ્ટ્રેશન ફી રૂા. 50 છે જ્યારે અનુસ્નાતક માટે રૂા. 500 છે.

 

હાલમાં યુનિવર્સિટી દ્વારા બી.એડ. અને એલ.એલ.બી. કે જે સ્નાતક કોર્સ છે તેને અનુસ્નાતક ગણીને વિદ્યાર્થીઓ પાસેથી રૂા. 50 ને બદલે રૂા. 500 ખંખેરી લેવાય છે. આ સંદર્ભે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના સત્તાધીશોને રજૂઆત કરતા તેમણે આ કોર્સ અનુસ્નાતક હોવાનું જણાવ્યું હતું. આ મામલે વિદ્યાર્થીઓ દ્વારા રજિસ્ટ્રેશન ફી સ્નાતક કોર્સ ગણીને ઘટાડવામાં આવે તેવી માંગ ઉઠી છે. ત્યારે કાઉન્સેલિંગમાં વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમને બદલે અંગ્રેજીમાં પ્રવેશ માટે દબાણ કરાય છે.

 

બંને કોર્સ ગ્રેજ્યુએશન બાદ જ કરાય છે એટલે અનુસ્નાતક જ ગણાય 


SP યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીમાં પણ આ બંને કોર્સ અનુસ્નાતક જ ગણાય છે. તમે કોઈપણ સ્ટ્રીમમાં 12 પાસ કર્યા પછી કોર્સ કરી શકો છો ? ઉચ્ચતર માધ્યમિક કે કોલેજમાં ભણાવવા માટે એમ.એડ. જરૂરી છે. એ જ રીતે LLBમાં ભણાવવા LLMની ડિગ્રી જરૂરી છે.- ડો. શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર.

 

અન્ય સમાચારો પણ છે...