ખેતલાઆપાનો માલિક 52.50 લાખની કિંમતની લક્ઝુરિયસ કાર લઈને છુ

ત્રણ દિવસ માટે બહારગામ જવાનું છે તેમ કહીને લઈ ગયા હતા

DivayBhaskar.com | Updated - Nov 08, 2018, 01:05 PM
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આણંદ: આણંદ શહેરમાં 80 ફૂટના રોડ સ્થિત વિશાલ પાર્કમાં હેમીલભાઈ ભાવિનભાઈ પટેલ રહે છે. જેમની વિદ્યાનગર સ્થિત ખેતલા આપા ટી સ્ટોલની માલિકી ધરાવતા રામસીંગ ઉર્ફે ગોવિંદ અને મેહુલ નાનુ ભરવાડ સાથે ટી સ્ટોલમાં ભાગીદારી હતી. તેમની રૂા. 52.50 લાખની કિંમતની રેંજ ઓવર ઈ વોક લક્ઝુરીયસ કાર ગત 28મી ઓગસ્ટના રોજ બંને શખ્સ ત્રણ દિવસ માટે બહારગામ જવાનું છે તેમ કહીને લઈ ગયા હતા. જોકે, આ વાતને બેથી અઢી માસનો સમય થવા આવ્યો હોવા છતાં પણ તેમણે હેમિલભાઈની કાર પરત નહી આપી વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હતી.


પોલીસે કાર્યવાહી હાથ ધરી


કાર માલિક હેમીલભાઈએ પોતાની કાર પરત માંગવા જતા બંને જણાંએ તેમને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે હેમીલભાઈ પટેલે વિદ્યાનગર પોલીસ સ્ટેશને રામસીંગ ઉર્ફે ગોવિંદ (મૂળ ખંભાલીયા, હાલ વિદ્યાનગર મોટાબજાર ખેતલાઆપા ટી સ્ટોલ )અને મેહુલ નાનુ ભરવાડ(રહે બાકરોલ, જલા સ્વામી સોસાયટી લાલ થાંભલા પાસે) વિરૂદ્ધ છેતરપિંડી અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ આપતા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App