Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Anand » આણંદ કૃષિ.યુનિ કેમ્પસમાં ઘાસની ગંજીમાં આગ લાગતા પૂરા ખાખ | Anand farming: A full swath of grass in the campus of the university campus

આણંદ કૃષિ.યુનિ કેમ્પસમાં ઘાસની ગંજીમાં આગ લાગતા પૂરા ખાખ

Divyabhaskar.com | Updated - Apr 06, 2018, 01:00 AM

ફાયરબ્રિગેડે બે કલાકની જહેમત બાદ આગ ઓલવવામાં સફળ

  • આણંદ કૃષિ.યુનિ કેમ્પસમાં ઘાસની ગંજીમાં આગ લાગતા પૂરા ખાખ | Anand farming: A full swath of grass in the campus of the university campus
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે આવેલી આર.બી.આર.યુનિટમાં પશુઓને ખડાવવામાં આવતાં પુરાની ઢગલામાં સોર્ટ સકીર્ટ થતાં પ્રચંડ આગ ભભુકી ઉઠી હતી. ત્યારે બનાવની અંગે આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડનાં લાશ્કરોએ પાણીનો છંટકાવ કરી.બે કલાકની જહેમત બાદ આગ ઓલવાતા યુનિ.ની સત્તાવાળાઓએ રાહતનો દમ અનુભવ્યો હતો.


    આણંદ નગરપાલિકા ફાયર બ્રિગેડના નરેન્દ્વ ભાઇ પંડ્યાએ જણાવેલ કે,આણંદ કૃષિ. યુનિ. કેમ્પસમાં આવેલ આર.બી.આર.યુ યુનિટમાં આગ લાગી હોવાનું ફોન આવતાં તાત્કાલિક આણંદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ડાંગર-બાજરીના પુરા એકત્રિત કરવામાં આવેલ હતાં. શોર્ટ સર્કીટ થતાં એકા એક પ્રચંડ આગ ફાટી નિકળી હતી. ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સતત પાણીનો મારો ચલાવતાં બે કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જેમાં દસ હજાર ઉપરાંત લીટર પાણી છંટકાવ કરવામાં આવ્યો હતો. પુરામાં લાગેલી આગ ના બનાવને પગલે આજુ-બાજુના સ્થાનિક રહીશોના ટોળા ઉમટી પડ્યા હતાં.

  • આણંદ કૃષિ.યુનિ કેમ્પસમાં ઘાસની ગંજીમાં આગ લાગતા પૂરા ખાખ | Anand farming: A full swath of grass in the campus of the university campus
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending