રાહુલ રોજગારીની વાતો કરે છે, પહેલા તમારા વિસ્તારના બેરોજગારોને રોજગારી આપો : શાહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોરસદ:  કોંગ્રેસને ગુજરાતનો વિકાસ દેખાતો નથી.રાહુલબાબા  વિકાસ કયાં છે ની બૂમો પાડે છે. ત્યારે  તેમણે અમેઠીમાં કેટલો વિકાસ કર્યો છે. તે પ્રશ્નનો જવાબ  આપે.તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે બોરસદ ખાતે  ભાજપના ઉમેદવાર પ્રચાર અર્થે યોજાયેલ જાહેર સભામાં જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, અમેઠીમા અત્યાર સુધી કલેકટર ઓફિસ ન હતી.હમણાં બે માસ પહેલા કલેકટર કચેરીનું ખાતમુર્હત હું કરીને આવ્યો છું.રાહુલ બાબા રોજગારીની વાતો કરે છે પણ પહેલા તમારા મત વિસ્તારના બેરોજગારોને રોજગારી આપો તમારા મત વિસ્તારમાં 13672 લોકો ગુજરાતમાં રોજગારી મેળવવા માટે આવેલા છે.

 

આ વખતે બેઠક કબજે કરવાની આશા


વધુમાં અમિત શાહએ  કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે  નર્મદા યોજના મારા જન્મ પહેલાની સ્થાપના હતી. જેની  ઉંચાઇ નરેન્દ્ર મોદીના સાશનમાં શરુ કરવામાં આવી અને વડાપ્રધાન બનતા જ તેનો કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું આ છે વિકાસ. બોરસદ બેઠક પર કમળ   ખીલવવાનું આહ્વાન કરતા જણાવ્યું હતું કે બોરસદ બેઠક પર કમળ ખીલવવું એટલું આસાન નથી. મેં પણ અહીંયા ઘણી મહેનત કરી હતી પેટા ચુંટણીથી 22 દિવસ અહીંયા રહ્યો હતો છતાં જીતવાનો  મેળ પડ્યો ન હતો. પણ આ વખતે કલર બરાબર ચઢ્યો છે અને મને લાગે છે કે આ વખતે બોરસદ બેઠક પર ભાજપ કબ્જો કરશે.

 

આંકલાવમાં બીજેપીની જાહેર સભા યોજાઇ

 

કોંગ્રેસને ગુજરાતમાં હાર દેખાઈ રહી છે અને એટલે તેઓના નેતાઓ ભાન ભૂલી ગયા છે અને ગમે તેવો વાણીવિલાસ કરી રહ્યા છે.ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીને કોંગ્રેસના મણિશંકર ઐયરએ નીચ કહ્યા છે જેઓએ મોદીનું નહિ પણ ગુજરાત અને પુરા દેશનું અપમાન કર્યું છે. તેમ આંકલાવ ખાતેની જાહેર સભામાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે જણાવ્યું હતું.

 

અમીત શાહએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ ચૂંટણી કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટીની નથી આ ચૂંટણી સમગ્ર દેશવાસીઓની છે.જે દેશની રાજનીતિ કઈ દિશામાં જશે તેની ચૂંટણી છે કોંગ્રેસ પાર્ટીને એજન્ડા વગરની પાર્ટી ગણાવી હતી જેઓ ચૂંટણી આવતા કહે છે કે, કોંગ્રેસ આવે છે કોંગ્રેસ આવે છે અને મતગણતરી પછી કોંગ્રેસ દેખાતી નથી તેવું કટાક્ષ કર્યું હતું

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...