પ્રાર્થનામાં ધાણાદાળ ખાતા ધોરણ-6ના છાત્રને આચાર્યએ થપ્પડ મારી: હાેબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: આણંદ તાલુકાના સંદેશર ગામની પ્રાથમિક કુમારશાળામાં ધો.6માં અભ્યાસ કરતાં 11 વર્ષના વિદ્યાર્થીને આચાર્ય  શાળામાં પ્રાર્થના દરમિયાન ધાણાદાળ ખાવા બાબતે  મારમારીને કાન અને ગળા ભાગે ઇજાઓ પહોંચાડી હતી.જેની જાણ વાલીઓને થતાં વાલીઓ શાળામાં દોડી જઇને આચાર્ય સામે આક્રોશ ઠાલવ્યો હતો. અખંડ ભારત એકતા મીશન ટ્રસ્ટનાં પ્રદેશ અધ્યક્ષે આચાર્ય સામે કાર્યવાહી કરાવાની માંગ કરી છે. તેમજ તંત્ર દ્વારા જો આ અંગે તાકીદે પગલા ભરવામાં નહી આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે આ શાળામાં અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓને માર મારવાના સાત બનાવો બનેલા છે.

 

સંદેશર પ્રા.શાળાના આચાર્ય સામે કાર્યવાહની માંગ


સંદેશર ગામની પ્રાથમિક શાળામાં ધો-6માં અભ્યાસ કરતો 11 વર્ષનો સુમીતકુમાર ચંદુભાઇ તળપદા આજથી ચારેક દિવસ પૂર્વે શાળામાં પ્રાર્થના દરમીયાન ધાણા દાળ ખાઇ રહ્યો હતો. જે શાળાના આચાર્ય સુરેન્દ્વભાઇ જોઇ જતાં તેઓએ પ્રાર્થના બાદ સુમીતકુમારને બોલાવી બેફામ મારમાર્યો હતો અને જોરથી ગાલ અને કાન ઉપર થપ્પડ મારવાના કારણે સુમીતના કાનમાં અસહ્ય દુ:ખાવા સાથે કાને અને ગાલના ભાગે સોજો આવી ગયો હતો.આ અંગે સુમિતના પિતા ચંદુભાઈ તેની પૂછતાજ કરતાં તેણે સગળી હકીકત જણાવી હતી. આખરે જેથી સુમિતના પિતા ચંદુભાઇ તળપદા તેને સારવાર કરાવી આચાર્યને જઇને માસુમ બાળકને મારવા બાબતે ઠપકો આપ્યો હતો. આઘટનાની જાણ ગામના લોકોને થતાં માસુમ બાળકને બેફામ માર મારનાર આચાર્ય વિરુદ્વ રોષ ફાટી નીકળ્યો છે.

 

વિદ્યાર્થીઓને વારંવાર મારનાર આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ

 

અખંડ ભારત એકતા મીશન ટ્રસ્ટનાં પ્રદેશ પ્રમુખ હર્ષીત  પટેલે જણાવ્યું હતું કે,આ અંગે તેઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી છે અને વિદ્યાર્થીને બેફામ મારમારનાર આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે.અને જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે તાકીદે કાર્યવાહી હાથ ધરી આચાર્ય વીરૂદ્ન શીક્ષાત્મક પગલાં ભરવામાં નહીં આવે તો કલેકટર જીલ્લા વિકાસ અધિકારી અને મામલતદાર તથા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપી આચાર્ય વિરુધ્ધ શીક્ષાત્મક  કાર્યવાહી કરાવમાં આવે માંગણી કરવામાં આવશે. તેમજ વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને ઘેરાવ કરીને તાળા બંધી કરવાની ચીમકી પણ હર્ષીત પટેલે ઉચ્ચારી હતી 

અન્ય સમાચારો પણ છે...