Home » Madhya Gujarat » Latest News » Anand » A review meeting was held for drinking water in Anand district

આણંદ જિલ્લામાં પીવાના પાણી માટે સમીક્ષા બેઠક યોજવામાં આવી

Divyabhaskar.com | Updated - Apr 10, 2018, 12:13 AM

કૃષિ રાજ્યમંત્રી, જિલ્લાના વહીવટીતંત્ર વચ્ચે ઉનાળાના આયોજન માટે ચર્ચા

  • A review meeting was held for drinking water in Anand district

    આણંદ: આણંદ જિલ્લામાં ઉનાળામાં પાણીની તંગી સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના 347 ગામોમાં પીવાના પાણીના આયોજન અંગે વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી. અહીં જળસંકટ ઉભુ નહી થાય તેવી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી હતી. જિલ્લાના પ્રભારી મંત્રી અને કૃષિ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં આણંદમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર દિલીપ રાણા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર સી. એસ. રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર આણંદ, પેટલાદ તથા ડીડીઓ, તમામ પ્રાંત, ટીડીઓ, આરડીસી અને જીઓલોજીસ્ટ હાજર રહ્યા હતા.

    જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા જિલ્લામાં પાણીની સ્થિતિ અંગેનું પ્રેઝન્ટેશન બતાવવામાં આવ્યું હતું. જેમાં કૃષિમંત્રીને બેઠકમાં મંત્રી જયદ્રથસિંહજી પરમારે જે ગામોમાંથી પીવાના પાણીની માંગણી આવે કે તુરતજ તે ગામે નાગરિકોને પીવાનું સ્વચ્છ પાણી મળે રહે તેવી સુચારૂં વ્યવસ્થા કરવાની સૂચના આપી મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે રાજયના દરેક નાગરિકોને પીવાનું પુરતું પાણી મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હોવાનું કહ્યું હતું. મંત્રીએ પીવાનું પાણી પુરૂં પાડવાની બાબતમાં રાજય સરકાર દ્વારા જરૂરી તમામ માર્ગદર્શિકાઓ આપવામાં આવી છે ત્યારે જિલ્લાના ગામમાં પીવાના પાણીની સમસ્યા ન રહે અને કોઇ સમસ્યા હોય તો તેના નિવારણ માટે કોઇ વિલંબ ન થાય તે જોવાની તાકીદ કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ