કરમસદમાં દૂષિત પાણી પીવાથી 72ને ઝાડા-ઉલ્ટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ: કરમસદ શહેરના મૃત્યુંજય મહાદેવ સહિત આસપાસના વિસ્તારમાં દુષિત પીવાના પાણીના કારણે ઝાડા-ઉલ્ટીના રોગચાળાએ માથુ ઉચકયું છે.શનિવારના રોજ 40 જેટલાના નવા દર્દીઓ નોંધાતા કુલ આંક વધીને 72 થયો હતો. વિસ્તારમાં પાણી જ્યાંથી પૂરું પડાય છે તે ટાંકીમાં ગંદકીના કારણે રોગચાળો ફેલાયો હતો.  

 

પાલિકાનું પાણી ઝેર બન્યું


કરમસદ શહેરના વોર્ડ નંબર 1માં આવેલ મૃત્યુંજય મહાદેવ,પઠાણવાળા,કૃષ્ણપોળ,   પ્રભાતપોળ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસ પાલિકાના નળમાંથી દુષિત પાણી આવતું હતું. તેના પગલે વિસ્તારમાં ઝાડા-ઉલટીના રોગચાળાએ માથું ઉચકયું છે. છેલ્લા બે દિવસમાં 32 કેસ મળ્યા હતા.જયારે શનિવારના રોજ નવા 40 દર્દીઓ ઝાડાઉલ્ટીનો ભોગ બન્યા હતા. દર્દીઓની સંખ્યા વધતા સફાળી જાગેલી આરોગ્ય ટીમે ઘેર ઘેર સર્વે કરીને જરૂરીદવાઓનું વિતરણ કરવામાં આવે છે.તેમજ ભોગ બનેલ દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્વમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.જો કે સર્વે કરી રહેલ 8 ટીમોની તપાસ કરતાં પીવાનું દષિત આવતું હોવાથી પાણી જન્યરોગચાળાએ માથું ઉચકયું છે.

 

પાણીની ટાંકીમાં કલોરીનેશના અભાવે પ્રશ્ન સર્જાયો 

 

 

વિસ્તારમાં પાણી પૂરૂ પાડતી પાણીની ટાંકીમાં છેલ્લા કેટલાંક સમયથી કોલોરીનેશન થયુ નથી.તેમજ ટાંકીની સફાઇનો અભાવ જોવા મળ્યો હતો.જેના કારણે દુષિત પાણીનો પ્રશ્ન સર્જાયો હશે.જો કે વોટરવર્કસના કર્મચારીને નોટિસ પાઠવવામાં આવી છે.તેમજ બે લીકેજનું સમારકામ કરવામાં આવ્યું છે. - હિરલબેન ઠાકર, ચીફ ઓફિસર કરમસદ

 

તમામને આરોગ્ય કેન્દ્રમાં સારવાર અપાઇ 


સર્વે દરમિયાન ત્રણ દિવસમાં 72 જેટલા દર્દીઓ મળી આવતા તમામ દર્દીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્વમાં સારવાર અપાઇ છે. - ડૉ.સુધીર પંચાલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્વ કરમસદ 

અન્ય સમાચારો પણ છે...