તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 50 વધુ ચૂકવાશે: અમૂલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ રૂ.50નો વધારો કરવામાં આવનાર છે. 21 મી જૂનથી દૂધ ઉત્પાદકોની નવા ખરીદભાવ ચૂકવવામાં અાવશે. હાલના દૂધના ખરીદભાવ પ્રતિ કિલો ફેટ રૂ.630થી વધીને રૂ.680 થશે.  જેનો લાભ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં અમૂલ ડેરી સાથે સંકળાયેલી 1200 ઉપરાંત દૂધ મંડળીમાં દૂધ ભરતાં 6 લાખ દૂધ ઉત્પાદકોને મળશે. અમૂલ ડેરી દ્વારા એક વર્ષમાં છઠ્ઠી વખત દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવશે. સંઘ દ્વારા ગુજરાતમાંથી દૈનિક 22.50 લાખ લિટર દૂધ સંપાદન કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, પંજાબ અને પશ્ચિમ બંગાળમાંથી દૈનિક 6.75 લાખ લિટર દૂધ સંપાદન થાય છે.
 
મોંઘવારીના સમયમાં  વધારો આપવો જરૂરી

હાલના મોંઘવારીના સમયમાં પશુપાલનના વ્યવસાયમાં દૂધ ઉત્પાદકો ટકી રહે તે માટે દૂધના પોષણક્ષમ ભાવ આપવા પડશે. જેના કારણે દૂધના ખરીદભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ દૂધના પ્રતિ કિલો ફેટ રૂ.630 ચૂકવાય છે, તેમાં રૂ.50નો વધારો કરીને રૂ.680 કરાશે. 21મી જૂનથી નવા ભાવનો અમલી થશે. સંઘ દ્વારા એક વર્ષમાં છઠ્ઠી વખત દૂધના ભાવમાં વધારો કરાઇ રહ્યો છે. દૂધ ઉત્પાદકોને કિલો ફેટ રૂ.50નો વધારો કરાતાં સંઘને વધુ 180 કરોડ ચૂકવવા પડશે. - રામસિંહ પરમાર, ચેરમેન, અમૂલ
 
દૂધના ખરીદભાવનો વધારો આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...