તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિંગાપોરથી પરત આવેલા બે યુવકે યુવકનું અપહરણ કર્યું, ગેરેજમાં ગોંધી માર માર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદમાં રહેતા અને વિદેશ મોકલવાનું કામ કરતાં એક યુવકનું પાંચ ઇસમોએ અપહરણ કરીને તેને માર માર્યો હતો. આ યુવકે બે વ્યકિતને વિદેશ મોકલ્યા હતા. પરંતુ તેઓની અણઆવડતને કારણે બન્ને વ્યકિત પરત આવી ગયા હતા અને યુવક પાસે રૂ. આઠ લાખની ઉઘરાણી કરતાં હતા. જે ન આપતાં આ બન્ને વ્યકિતઓએ અન્ય ત્રણ ઇસમોને સાથે રાખીને યુવકનું શાસ્ત્રીબાગ રોડ પરથી અપહરણ કરી માર મારીને છોડી મુક્યો હતો. જયારે યુવકની ઇનોવા ગાડી લઇને પાંચેય ઇસમો ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાઇ હતી.
આઠ લાખની માગણી કરી
આણંદના રાજોડપુરા પાસે રહેતાં મિતેશકુમાર પટેલ (ઉ.વ.28) વિદેશ મોકલવાનું કામ કરે છે. તેઓએ આણંદની મિલ્લતનગર સોસાયટીમાં રહેતાં ફકીરમહમદ શેખ તથા સોહરાબખાન પઠાણને સિંગાપુર મોકલ્યા હતા. પરંતુ બન્ને અણઆવડતને કારણે પરત આવી ગયા હતા. જોકે, તેઓએ પરત આવી મિતેશ પટેલ પાસેથી રૂ. આઠ લાખની માગણી કરી હતી. આ નાણાં આપવા માટે વારંવાર ધાકધમકીઓ પણ અાપવામાં આવતી હતી.
વિદેશ મોકલ્યા હોવાથી નાણાં પરત આપ્યા ન હતા
પરંતુ મિતેશ પટેલે કાયદેસર રીતે તેઓને વિદેશ મોકલ્યા હોવાથી નાણાં પરત આપ્યા ન હતા. જેથી ફકીર અને સોહરાબખાને તેમના મિત્ર હાફેઝી, યાસીન અને રાજુનો સંપર્ક કર્યો હતો. તેમજ આ પાંચેય જણાએ ભેગા મળીને મિતેશને તા.18મી ઓગષ્ટના રોજ સવારે 10:30 કલાકે શાસ્ત્રીબાગ રોડ ઉપરથી સફેદ સ્વીફટ ગાડીમાં ઉઠાવી ગયા હતા અને સામરખા ચોકડીથી ડાકોર રોડ ઉપર ગેરેજમાં લઇ ગયા હતા. જયાં તેને બેઝસ્ટીક તેમજ હોકીથી ફટકાર્યો હતો. વધુમાં તેની ઇનોવા કાર મંગાવી ફરાર થઈ ગયા હતા. કાર પરત આપી નહતી. જેને પગલે મિતેશભાઇએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ આપતાં પાંચે ઇસમ વિરૂધ્ધમાં ગુનો નોંધ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો