તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આણંદ: વિદ્યાડેરીના કર્મચારીઓને આંતરી 48 લાખની લૂંટ, તરકટની આશંકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આણંદ: આણંદ-બોરસદ ચોકડી પાસે આવેલી વિદ્યાડેરીના જુનિયર ઓફિસર, સિક્યોરીટી મેન સહિત ચાર જણાંને સોમવારે સવારે રિક્ષામાં સવાર થઈને આવેલા ચાર અજાણ્યા યુવકોએ આંતરીને આંખમાં મરચાંની ભુક્કી નાંખી, માર મારી રૂા. 48 લાખ રોકડા અને કાર મળી કુલ રૂા. 49.50 લાખની લૂંટ કરતા સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. વિદ્યાડેરીના કર્મીઓ દૂધના ડિલરો તરફથી મળેલા નાણાં બેંકમાં જમા કરવા જતા હતા એ સમયે આ બનાવ બન્યો હતો. આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે લૂંટનો ગુનો નોંધી નાકાબંધી કરી કારના નંબરના આધારે લૂંટારૂઓની શોધખોળ હાથ ધરી છે.
20 થી 30 વર્ષના યુવકે રસ્તામાં વચ્ચે આવીને કારને આંતરી
આણંદમાં આવેલી વિદ્યાડેરીમાં જુનિયર ઓફિસર તરીકે ફરજ બજાવતા અજયકુમાર દવે, તેમની શાખામાં ટ્રેનિંગ લેતાં વિદ્યાર્થી શક્તિદાન ગઢવી, સિક્યોરીટી મેન નારાયણ શુક્લા અને ચાલક ધર્મેશભાઈ ચાવડા એમ કુલ ચાર જણાં સોમવારે સવારે 11 કલાકે વિદ્યાડેરીમાંથી બોરસદ ચોકડી તરફ આવવાના રોડ પર ડેરીની કાર લઈને દૂધના ડિલરો તરફથી મળેલા રૂા. 48 લાખ આણંદની ગ્રીડ ચોકડી પર આવેલી એચડીએફસી બેંકમાં જમા કરવા માટે જતા હતા. દરમિયાન એ સમયે બોરસદ ચોકડી તરફ આવવાના રોડ પર નહેરના ફાટીયા પાસે એક 20 થી 30 વર્ષના યુવકે રસ્તામાં વચ્ચે આવીને કારને આંતરી હતી.
બેંકમાં ભરવાના રોકડા રૂા. 48 લાખ લઈ તેઓ ફરાર
કારનો ચાલક કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેની આંખમાં મરચાંની ભુક્કી નાંખી દીધી હતી. વધુમાં અંદર બેઠેલા ડેરીના કર્મીઓને પાછળ ઉભેલી રિક્ષામાં સવાર ત્રણ યુવકોએ કારમાંથી બહાર કાઢી તેમની આંખમાં મરચાંની ભુક્કી નાંખી માર માર્યો હતો. વધુમાં તેમની કાર તેમજ બેંકમાં ભરવાના રોકડા રૂા. 48 લાખ લઈ તેઓ ફરાર થઈ ગયા હતા. જોકે, તેઓ તેમની રિક્ષા ત્યાં જ બિનવારસી છોડી ગયા હતા. આ બનાવ સંદર્ભે ઓફિસર અજયકુમાર દવેએ આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર અજાણ્યા યુવકો વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લૂંટ કરવા ટોળકી રિક્ષા લઈને આવે તે જ શંકાસ્પદ આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો