તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા માટે બોર્ડ સતર્કઃ ગાંધીનગરથી 30 ટીમો આણંદમાં મુકાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ: બોર્ડની પરીક્ષાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ સારું પરિણામ મેળવવા માટે છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત છે તો બીજી તરફ શિક્ષણ તંત્ર સહિત વહીવટી તંત્ર બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. ગત્ વર્ષે બોર્ડની પરીક્ષામાં આણંદ જિલ્લામાં થયેલા સામૂહિક ગેરરીતિના પ્રકરણ બાદ શિક્ષણ બોર્ડ સતર્કતા દાખવી રહ્યું છે. બોર્ડની પરીક્ષા દરમિયાન સ્થાનિક નિરીક્ષકો ઉપરાંત ગાંધીનગરથી પર આણંદ જિલ્લામાં પરીક્ષા દરમિયાન વિશેષ નજર રાખવામાં આવશે. જેની માટે બોર્ડ દ્વારા 30 અધિક ટીમો આણંદમાં મુકવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
- આણંદમાં ગત્ વર્ષે બોર્ડની પરીક્ષા દરમિયાન થયેલા સામૂહિક ગેરરીતિ પ્રકરણના પગલે બોર્ડનું પગલું
- શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા માટે કલેકટરે 25 નિરીક્ષકની નિમણૂંક કરી
શિક્ષણ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, આણંદ જિલ્લામાં પાંચ કેન્દ્રોના 24 બિલ્ડિંગમાં ધો.12 સાયન્સની પરીક્ષા લેવામાં આવનાર છે. આ તમામ બિલ્ડીંગમાં દરેક પરીક્ષાખંડોમાં સીસીટીવી કેમેરા છે જેનું મોનિટરીંગ ગાંધીનગર સ્થિત કન્ટ્રોલ રૂમથી થશે. તેમજ આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે હેતુથી ગાંધીનગરથી 30 અધિક ટીમો મુકવામાં આવનાર છે.
આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે નિયત કરાયેલા 170 બિલ્ડિંગ પૈકી 153 બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા રહેશે અને 17 બિલ્ડિંગમાં જ ટેબલેટ મુકવામાં આવ્યા છે. એમાંય સાયન્સના તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રહેશે.

આણંદ જિલ્લા સહિત રાજ્યમાં 8મી માર્ચથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષા દરમિયાન તટસ્થ, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા યોજાય અને કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે આણંદ જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ દ્વારા 25 અધિકારીઓને નિરીક્ષક તરીકે કામ કરવાના હુકમ કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન 25 નિરીક્ષકોએ વર્ગ 2 અને 3ના કર્મચારીઓ સાથે લઇને પરીક્ષા સ્થળોની મુલાકાત લેશે. તેમજ વિદ્યાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે અને કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તેની તકેદારી રાખશે.
સરકારી પ્રતિનિધિઓની બેઠક યોજાઇ
બોર્ડની પરીક્ષામાં ફરજ બજાવનાર સરકારી પ્રતિનિધિઓની બેઠક શુક્રવારે આણંદની પાયોનિયર હાઇસ્કૂલમાં યોજાઇ હતી. ઝોનલ અધિકારી પી.એમ.પરમારે જણાવ્યું હતું કે બેઠકમાં બોર્ડની પરીક્ષા દરમિયાન કરવાની કામગીરી વિશે સરકારી પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં દરેક પરીક્ષાસ્થળો પર પ્રશ્નપત્રો, ઉત્તરવહી, પુરવણી સહિતની સ્ટેશનરી કેવી રીતે પહોંચાડવી, સમય બાબતે ધ્યાન રાખવું સહિત વિવિધ મુદ્ાઓ પર માહિતી આપવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...