તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદમાંથી કપચી નીચે સંતાડેલો 3.18 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

આણંદ: આણંદ શહેરમાં બોરસદ રોડ તરફથી આવી તારાપુર રોડ તરફ જવાના માર્ગે આર.આર.સેલની ટીમે ટ્રેક્ટરની ટ્રોલીમાં કપચી નીચે સંતાડેલો રૂા. 3.18 લાખની મત્તાના વિદેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રેક્ટર તેમજ વિદેશી દારૂ મળી રૂા. 4.68 લાખના વિદેશી દારૂ કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી.અમદાવાદની આર.આર.સેલની ટીમને એક જૂના જેવા ટ્રેક્ટરમાં બે શખ્સ બોરસદ રોડ તરફથી તારાપુર રોડ તરફ જવાના માર્ગે વિદેશી દારૂની હેરાફેરી કરવાના હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે પોલીસે વોચ ગોઠવી હતી.

 

પોલીસે ટ્રેક્ટર સાથે રૂા. 4.68 લાખના મુદામાલ જપ્ત કર્યો

 

દરમિયાન, બોરસદ રોડ તરફથી તારાપુર રોડ તરફ જવાના માર્ગે વર્ણન આધારેનું ટ્રેક્ટર આવી પહોંચતા જ પોલીસે તેને અટકાવ્યું હતું. ટ્રેક્ટરની ટ્રોલીમાં કપચી હતી. પોલીસે તેમાં તપાસ હાથ ધરતાં કપચીની નીચેથી વિદેશી બનાવટનો રૂા. 3.18 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે બંને શખ્સની પૂછપરછ કરતા એક કમલેશ ઉર્ફે ભાયા કુંવરસિંહ બામણીયા (રહે. મધ્યપ્રદેશ) અને દિનેશ જવા નિનામા (રહે. બોરસદ) હોવાનું ખૂલ્યું હતું. પોલીસે દારૂનો જથ્થો, ટ્રેક્ટર મળી કુલ રૂા. 4.68 લાખનો મુદામાલ કબ્જે કરી બંનેની અટકાયત કરી જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જતા હતા તેની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...