તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદ: પ્રેમ પ્રકરણ મુદ્દે થઇ બબાલ, 3 યુવકને થાંભલે બાંધી ઢોર માર મરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ:  બોરસદ તાલુકાના બદલપુરમાં યુવતીના પ્રેમપ્રકરણ અને ભગાડી જવાના મામલે યુવતીના પરિવારજનોએ ત્રણ યુવકોને જાહેરમાં થાંભલે બાંધીને માર માર્યો હતો. જેમાં ભળતા નામ સાથેના એક યુવકને બેરહેમીપૂર્વક માર મારતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
 
આ અંગે ખંભાતના હરીપુરા ખાતે રહેતા જયદીપસિંહ સોલંકીએ વાત કરતા જણાવ્યું હતું કે, તેનું બીજું નામ ભગો છે. ખંભાતના જલુંધની યુવતી સાથેના પ્રેમ પ્રકરણ અને ભગાડી જવાને લઈને બે યુવકો દિલીપ અને શિવને યુવતીના પરિવારજન શૈલેષ ગોહિલ, રાજેન્દ્ર ગોહિલ, મોહન પરમાર, બળવંત પરમાર બદલપુરના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં બંને જણાને ઝાડ સાથે લટકાવીને માર માર્યો હતો.
 
યુવતીને ભગાડી જવામાં અન્ય ક્યો યુવક હતો તે પૂછતાં તેમણે ભગો નામનો છોકરો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી જયદીપસિંહ ઉર્ફે ભગો બદલપુરમાં આવેલી સ્ટેશનરી દુકાને બેઠો હતો ત્યારે સવારે બે શખ્સે તેને તારૂં કામ છે તેમ જણાવી સીમમાં આવેલા ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં ચારેય આરોપીઓએ ભેગા મળીને ત્રણેય યુવકને ઢસડીને ગામમાં લઈ જઇ થાંભલા સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. ભળતા નામ સાથે જયદીપસિંહને લઈ જઈ માર મારવાને પગલે યુવકે ફરિયાદ કરી છે.
 
બદલાપુરમાં કાયદાની જાહેરમાં નિલામી આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...