• Gujarati News
  • 1 Degree Celsius Rise Again In Anand The Temperature Was 41 Degree Latest News

આણંદ:પારો ફરી પાછો 1 ડિગ્રી વધ્યો: તાપમાન 41 થયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-આગામી ત્રણ દિવસ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાનો હવામાન વિભાગનો વર્તારો

આણંદ:આણંદ ખેડા જિલ્લામાં ગુરુવારે મહત્તમ તાપમાનનો પારો 1 ડિગ્રી વધીને 41 ડિગ્રી નોંધાયો હતો. જેનાં પગલે આગઝરતી ગરમીનો પ્રકોપ યથાવત રહેવા પામ્યો હતો. તેમજ ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે ગરમીની સાથે વાતાવરણમાં અસહ્ય ઉકળાટ થતાં લોકો અકળાઇ ઉઠયાં હતાં. આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર, ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી, ભેજનું પ્રમાણ 78 ટકા, પવનની ઝડપ 7 કિમી પ્રતિ કલાક અને દિશા દક્ષિણ પ્રશ્વિમ નોંધાઇ હતી. ગુરુવારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 41 ડિગ્રી નોંધાયું હતું.
જેનાં કારણે ગુરુવારે પણ આગઝરતી ગરમીથી કોઇ રાહત મળી ન હતી. તેમજ ભેજનું પ્રમાણ વધી જતાં ગરમીની સાથે અસહ્ય ઉકળાટ થતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયાં હતાં. મે મહિનાની શરૂઆતથી સતત કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યાં છે. આગામી ત્રણ દિવસ તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેવાનો હવામાન વિભાગ દ્વારા વર્તારો કરવામાં આવ્યો છે.