• Gujarati News
  • શત્રુંડાની યુવતીએ મંટોડા ગામે રહેતા પતિના ત્રાસથી કંટાળી તેને છોડી સૈયદપરામાં પ્રેમી સાથે રહે

શત્રુંડાની યુવતીએ મંટોડા ગામે રહેતા પતિના ત્રાસથી કંટાળી તેને છોડી સૈયદપરામાં પ્રેમી સાથે રહેવા આવી, ત્યાં પ્રેમીએ ત્રાસ ગુજાર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરેઠતાલુકાના સૈયદપુરા ખાતે પ્રેમી અને પતિના ત્રાસથી કંટાળેલી પરિણીતાએ ભાલેજના બસ સ્ટેન્ડે ઝેર પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. મૃતકના િપતાની ફરિયાદ આધારે ભાલેજ પોલીસે બે ઇસમ સામે ગુનો નોંધ્યો હતો.

પોલીસના જણાવ્યાં મુજબ મહેમદાવાદ તાલુકાના શત્રુંડા ગામમાં રહેતા મેલાભાઇ ધુળાભાઇ ચુનારા વાઘરીની દીકરી સંગીતાના લગ્ન અમદાવાદના સાણંદ તાલુકાના મંટોડા ગામના પરબતભાઇ મોલુભાઇ ચુનારા સાથે થયાં હતાં. લગ્નના થોડા સમય બાદ પરબતભાઇ સંગીતાને ત્રાસ આપતાં હતાં. અસહ્ય ત્રાસથી કંટાળી સંગીતા પોતાના િપયરમાં આવી ગઇ હતી અને ત્યાંથી તેણે પતિ પરબત સામે ખાધાખોરાકીનો દાવો કર્યો હતો. દરમિયાન િપયર શત્રુંડા ખાતે મેલાભાઇને ત્યાં સૈયદપુરાનો બાબુભાઇ ડાહ્યાભાઇ ચુનારા ધંધાર્થે આવતો જતો હોઇ તેને અને સંગીતાને પ્રેમ થઇ ગયો હતો. બંને વચ્ચે પ્રેમ થઇ જતાં ત્રણેક માસ બાદ સંગીતા પ્રેમી બાબુભાઇને ત્યાં સૈયદપુરા રહેવા આવી ગઇ હતી. સૈયદપુરામાં બાબુભાઇએ પણ તેના દરદાગીના વેચી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે ઝઘડો થતાં બાબુભાઇ તેને તેના મૂળ પતિ મંટોડા ખાતે રહેતા પરબતભાઇને ત્યાં મૂકી આવ્યો હતો. જ્યાં સંગીતા ત્રણ માસ જેટલો સમય રોકાઇ હતી. ત્યાં ફરીથી પરબતભાઇએ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. સાથે સાથે દરદાગીના લઇ આવવા માંગણી કરતો હતો. સંગીતા દાગીના લેવા માટે તાજેતરમાં સૈયદપુરા ગામે આવી હતી. જ્યાં બાબુભાઇએ દરદાગીના આપવાને બદલે તેની સાથે ઝઘડો કરી માર મારી ત્રાસ આપ્યો હતો. આમ બબ્બે પતિ વચ્ચે અટવાતી સંગીતાએ આખરે ભાલેજ ગામના બસ સ્ટેન્ડ પાસે જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. બાબતની જાણ તેના િપતા મેલાભાઇ ચુનારાને થતાં તેઓએ ભાલેજ પોલીસ મથકે જાણ કરી હતી. જોકે, કેસની તપાસમાં મૃતકને તેના એક પતિ અને બીજા પ્રેમીએ મરવા માટે દૂષ્પ્રેરણા કરી હોવાનું જણાઇ આવતાં શત્રુંડાના મેલાભાઇ ધુળાભાઇ ચુનારાની ફરિયાદ આધારે મંટોડા ગામે રહેતા પરબતભાઇ મોલુભાઇ ચુનારા અને સૈયદપુરામાં રહેતા બાબુભાઇ ડાહ્યાભાઇ ચુનારા સામે મૃતક સંગીતાને મરવા માટે દૂષ્પ્રેરણા કરી હોવાનો ગુનો નોંધ્યો હતો.

પતિ અને પ્રેમીનો ત્રાસ સહન થતાં પરિણીતાએ આપઘાત કર્યો