તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સીસીટીવી કેમેરા ચોરી કેસમાં મહિલા ઝડપાઇ

સીસીટીવી કેમેરા ચોરી કેસમાં મહિલા ઝડપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં એક દુકાન બહારથી સીસીટીવી કેમેરાની ચોરી કેસમાં શહેર પોલીસે અેક મહિલાની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.

આણંદના રાજોડપુરામાં રહેતા અશોકભાઇ જયંિતભાઇ પટેલની આણંદ શહેરમાં લોટિયા ભાગોળ િવસ્તારમાં આવેલી મહાલક્ષ્મી એસોસીયન નામની દુકાન બહાર લગાવેલ સીસીટીવી કેમેરા 13મી જાન્યુઆરીથી 16મી જાન્યુઆરીના સમયગાળા દરમિયાન કોઇ ચોરી ગયું હતું. અંગે અશોકભાઇ પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિમયાન ચોરીની તપાસમા_ પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેઝ તપાસતાં તેમાં આણંદમાં રહેતા રોશનબહેન મેમણ અને તેમના સંબંધી ફરહાનભાઇ મેમણ સીસીટીવી કેમેરા ચોરી ગયાં હોવાનું જણાઇ આવ્યું હતું. જે આધારે પોલીસે રોશનબહેન મેમણની અટકાયત કરી હતી. અંગે પોલીસે વધુ તપાસ માટે મહિલા આરોપીના િરમાન્ડ મેળવવાના ચક્રો ગતિમાન કર્યા છે.