- Gujarati News
- િવદ્યાનગરમાં બંધ મકાનમાંથી તસ્કરો એક લાખની મત્તા ચોરી ગયાં
િવદ્યાનગરમાં બંધ મકાનમાંથી તસ્કરો એક લાખની મત્તા ચોરી ગયાં
િવદ્યાનગરમાંમહાદેવ એરિયામાં આવેલા એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ અન્ય સામાન મળી કુલ એક લાખ રૂપિયાની મત્તા ચોરી ગયાં હોવાની ફરિયાદ િવદ્યાનગર પોલીસ મથકે નોંધાઇ છે.
પોલીસના જણાવ્યાં મુજબ િવદ્યાનગરમાં સરદાર સ્ટેચ્યુ પાસે આવગેલા મહાદેવ અેરિયામાં રહેતાં રાવજીભાઇ છગનભાઇ પટેલ પોતાનું મકાન બંધ કરી બહાર ગયાં હતાં. દરમિયાન 9મી મેથી 11મી મેના સમયગાળા દરમિયાન કોઇ ઇસમોએ તેઓના બંધ મકાનનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી િતજોરી તોડી હતી. િતજોરીમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીના તેમજ એક વિડિયો મળી કુલ 98 હજાર રૂપિયાની મત્તા ચોરી પલાયન થઇ ગયાં હતાં. બાબતે રાવજીભાઇ પટેલે િવદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.