• Gujarati News
  • વલ્લભ વિદ્યાનગરમાં આર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો

વલ્લભ વિદ્યાનગરમાં આર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભવિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત રમા મનુભાઇ દેસાઇ કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ દ્વારા સર્વપ્રથમવાર આર્ટ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો છે. આર્ટ ફેસ્ટિવલમાં 40 ઉપરાંત બાળકો લ્હાવો લઇ રહ્યા છે. બાળકોમાં ભારતીય પરંપરાગત સંસ્કૃતિનું સિંચન કરવા માટે આર્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ચારુતર વિદ્યામંડળના ચેરમેન ડો.સી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ રમા મનુભાઇ દેસાઇ કોલેજ દ્વારા આર્ટ ફેસ્ટિવલ સમર વર્કશોપ 2015 નું આયોજન કરવામાં આવ્યું છે. ભરતભાઇ ગઢવીએ જણાવ્યું હતું કે ‘આર્ટ ફેસ્ટિવલનો 40 ઉપરાંત બાળકો લ્હાવો લઇ રહ્યા છે.

ચરોતરના બાળકોને કલાશક્તિ અને સર્જનશક્તિને બહાર લાવવાનો ચારુતર વિદ્યામંડળનો અેક ઉત્તમ પ્રયોગ છે. પ્રયાસ આણંદ વિદ્યાનગરના બાળકોને કળા પ્રત્યે નવી દિશાઓનું સૂચન કરશે. આજની સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં કોઇપણ પ્રકારની કલા જાણતો વ્યક્તિ અલગ તરી આવે છે. કલા દ્વારા આગવું ભવિષ્ય બનાવી શકે છે. તેમજ પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી શકે છે.

ચારુતર વિદ્યામંડળ દ્વારા અનેકવિદ્ય શૈક્ષણિક સોપાન સર કરવામાં આવ્યા છે. શિક્ષણની સાથે રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે.ગીત, સંગીત, નૃત્ય અને કલા દ્વારા વિદ્યાર્થીઓને અને તેમની સર્જનશક્તિને જનસમૂહ સમક્ષ પ્રસ્તૂત કરવામાં આવશે.’