તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ધર્મજ ખાતે 9મા ‘ધર્મજ ડે’ની ઉજવણી કરાઇ

ધર્મજ ખાતે 9મા ‘ધર્મજ ડે’ની ઉજવણી કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેટલાદતાલુકાના ધર્મજ ગામે 12મીના રોજ 9મો ધર્મજ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે મોટી સંખ્યામાં દેશ વિદેશમાં સ્થાયી થયેલા ચરોતરના અને ખાસ કરીને ધર્મજના એનઆરઆઈ હાજર રહ્યાં હતાં.

રાજ્યના ગામડાંઓ માટે પથદર્શક ને પ્રેરણાંદાયી બનેલાં ધર્મજ ગામે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિએ 9મા ધર્મજ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે લંડન સ્થિત પોર્સેલીન આર્ટિસ્ટ અને ધર્મજનાં પુત્રવધુ મીનાબહેન પટેલને ધર્મજરત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

શુકનવંતા અને કંકુવર્ણા લાલ રંગની થીમ પર ઉજવાયેલાં 9મા ધર્મજ ડે પ્રસંગે જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે જણાવ્યું હતું કે ‘પાટીદારોના મૂળ ખૂબ ઊંડા છે. જેને હચમચાવી શકાય નહીં. આજે પણ પાટીદારો પોતાનું અસ્તિત્વ અને સંસ્કૃતિ દુનિયાના ખુણે ખુણે જાળવીને બેઠાં છે. પાટીદારો ખાસ કરીને એગ્રિકલ્ચર સાથે સંકળાયેલાં હોવાથી દુનિયામાં પણ સૌને એગ્રી કરવાની ક્ષમતા ધરાવે છે.’ વધુમાં તેઓએ દીકરી વિશે ઉમેર્યું હતું કે ‘દીકરીઓને ડરાવીને ઉછેરવાનું બંધ કરવું જોઈએ. સ્ત્રીરૂપી જણસને નહીં સાચવી શકીએ તો આવતીકાલ વિશેષ સમસ્યાઓ મોંઢું ફાડીને ઊભી છે. સમાજ સાથે સ્ત્રી સંસ્કૃતિનું વહન કરે છે. લક્ષ્મી ડોલર, પાઉન્ડ કે રૂપિયા નથી. સાચી લક્ષ્મીએ ગૃહલક્ષ્મી છે. સમારંભમાં પ્રમુખ સ્થાને ભારત પાટીદાર સમાજ મહિલા પાંખનાં પ્રમુખ તેજલબહેન અમીન (વડોદરા)એ ધર્મજ જલારામ જનસેવા ટ્રસ્ટની કામગીરી અને ધર્મજનું નામ વિશ્વફલક પર ઉજાગર કરનારાં ધર્મજના બધાં કર્મયોગીઓને બિરદાવ્યાં હતાં.

પ્રગતિમાં સાસરિયાંનો ખૂબ સહકાર રહ્યો

^જીવનની મારી પ્રગતિમાં મારાં સાસરિયાં અને મારાં પતિનો ખૂબ સહકાર રહ્યો છે. વિદેશોમાં સન્માન થાય કરતાં મારાં સાસરાં ધર્મજમાં મારું સન્માન થયું તેનો અનહદ આનંદ છે. મારાં સાસું, સસરાં, માતા પિતાને એવોર્ડ અર્પણ કરું છું. > મીનાબહેનપટેલ, ધર્મજરત્ન.

યુવાનોને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રોત્સાહન આપવું જોઈએ

^ધર્મજના પાણીની ખુમારીએ વિશ્વભરમાં ધર્મજનું નામ ઉજાગર કર્યું છે. પાટીદાર સમાજ એક થાય ને યુવાપેઢી આઇએએસ, આઇપીએસ બને તેવી વર્તમાનની માગ છે. > દિલીપભાઈપટેલ, સાંસદ,આણંદ.

ઉજવણી