• Gujarati News
  • ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળે એનડીડીબીની મુલાકાત લીધી

ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળે એનડીડીબીની મુલાકાત લીધી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાનીભારતીય ડેરી ઉદ્યોગ સાથે ભાગીદારીના સંભવિત વિસ્તારને જાણવા ઓસ્ટ્રેલિયાના પ્રતિનિધિ મંડળે આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ની મુલાકાત લીધી હતી.

ઓસ્ટ્રેલિયન એગ્રીકલ્ચરના સંસદીય સચિવ અને સિનિયર ટ્રેડ કમિશ્નર સેનેટર રિચાર્ડ કોલબેક અને માર્ક મોર્લેએ ઓસ્ટ્રેલિયન ટ્રેડ કમિશનના નેતૃત્વ હેઠળ એક ઉચ્ચ સ્તરીય ઓસ્ટ્રેલિયન પ્રતિનિધિ મંડળ એનડીડીબીની મુલાકાતે આવ્યું હતું. સેનેટર કોલબેકે જણાવ્યું હતું કે ‘ઓસ્ટ્રેલિયા ભારતીય ડેરી ઉદ્યોગ સાથે ભાગીદારી માટે વિચારી રહ્યું છે. પ્રતિનિધિ મંડળ ખાસ કરીને જોડાણ માટે સંભવિત વિસ્તાર જાણવા માટે આવેલ છે. શરૂઆતમાં ખાસ કરીને ઉત્પાદકતા વધારવાનું અને કુશળતા પ્રત્યે ધ્યાન આપવાનું છે. તેમનો હસ્તક્ષેપ ડેરી અને ફુડ કંપનીઓને નવા બજારમાં પ્રવેશ બાબતે અને તેમની સ્થાનિય સ્પર્ધા વધારવા માટે મદદરૂપ થશે.’ એનડીડીબીના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ રથે પ્રતિનિધિ મંડળને ડેરી ક્ષેત્રમાં નવિનીકરણથી માહિતગાર કર્યા હતા. પ્રતિનિધિ મંડળે એનડીડીબીના ઓફિસરો સાથે તકો અને પ્રાદેશિક વેલ્યુ ચેનમાં સહકાર માટે વિસ્તારથી ચર્ચા કરી હતી. એમડી દિલીપ રથે જણાવ્યું હતું કે ‘એનડીડીબી પશુ પોષણ, પશુ પ્રજનન અને પ્રકિયા નવિનતાના ક્ષત્રોમાં શક્ય સહકાર આપવા અન્વેષણ કરશે.’