• Gujarati News
  • કલેકટર ખંભાતના પ્રશ્નો સાંભળશે

કલેકટર ખંભાતના પ્રશ્નો સાંભળશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ કલેકટર ડો. રાહુલ ગુપ્તા તા.૬ઠ્ઠી જૂનના રોજ ખંભાત મામલતદાર કચેરીએ તાલુકાની પ્રજાના પ્રશ્નો સાંભળશે.
સુત્રોના જણાવ્યાનુસાર, આણંદ કલેકટર ડો. રાહુલ ગુપ્તા દ્વારા જિલ્લાની આમ જનતાના પ્રશ્નો રૂબરૂમાં સાંભળવા અને તેનું તાકીદે નિરાકરણ થાય તેના ભાગરૂપે જિલ્લા અને તાલુકા ક ાાએ આમ જનતાને મળવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે ૬ઠ્ઠી જૂનના શુક્રવાર સવારે ૧૧થી બપોરના ૧-૦૦ કલાક દરમિયાન મામલતદાર કચેરી, ખંભાત ખાતે જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તા રૂબરૂમાં ખંભાત તાલુકાની આમ જનતાને મળશે અને તેમનાં પ્રશ્નો સાંભળશે. ખંભાત તાલુકાના કોઇ પણ અરજદાર પોતાના તાલુકાના કોઇપણ વિભાગ, કચેરીના જૂના પડતર સંબંધિત પ્રશ્નો, અરજીઓ બાબતે રૂબરૂમાં હાજર રહી રજુઆત કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કલેકટર દ્વારા આ અગાઉ આણંદ, પેટલાદ, બોરસદ, સોજિત્રા ખાતે રૂબરૂ હાજર રહીને જનતાના પ્રશ્નો સાંભળ્યાં હતાં અને મોટા ભાગના પ્રશ્નોનું હકારાત્મક નિકાલ કર્યોહતો.