• Gujarati News
  • પ્રેમિકાએ પતિ સાથે મળી પ્રેમીને પતાવી દીધો

પ્રેમિકાએ પતિ સાથે મળી પ્રેમીને પતાવી દીધો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપળાવના યુવકની હત્યા કરાયેલી લાશનો ભેદ ખૂલ્યો : આડા સંબંધમાં હત્યા કરવામાં આવી હતી
સોજિત્રા તાલુકાના પીપળાવ ગામના યુવકને તેની પ્રેમીકાએ ફોન કરી બોલાવી પતિ સાથે મળી મોતને ઘાટ ઉતાર્યોહોવાનું બહાર આવ્યું હતું.
સોજિત્રા તાલુકાના ઇસણાવ ગામની સીમમાં બળિયાદેવ મંદિર પાછળ ખુલ્લા મેદાનમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તપાસ દરમિયાન મૃતક પીપળાવ ગામના ૪૦ વર્ષના પિનાકિનભાઇ ચંદુભાઇ પટેલની હોવાનું જણાઇ આવ્યું હતું. આ અંગે મૃતકના ભાઇ પીપળાવના જયેશભાઇ ચંદુભાઇ પટેલની ફરિયાદ લઇ અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રવિવારે રાત્રે આઠ વાગ્યા પછી પિનાકિન ઉપર કોઇનો ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યકિતએ તેને બોલાવતાં તે થોડીવારમાં આવું છુ કહીને ઘરેથી નીકળ્યો હોવાનું જણાઇ આવતાં પોલીસે મૃતકના મોબાઇલની કોલ ડિટેઇલ કઢાવી હતી. જેમાં રવિવારે રાત્રે આઠ વાગ્યે આવેલા ફોન નંબરની તપાસ કરાઇ હતી. આ ફોન પીપળાવ ગામમાં ગાંધીચોકમાં રહેતા નયનાબહેન કિરીટભાઇ પટેલનો હોવાનું બહાર આવ્યું હતું. સાથે સાથે ખાનગી રાહે તપાસ કરવામાં આવતાં પિનાકિનને ગામની નયનાબહેન સાથે આડો સંબંધ હોવાનું પણ જણાઇ આવ્યું હતું. નયનાબહેન ઉપર શંકા જતાં તેઓને તેમજ તેમના પતિને બોલાવી પુછપરછ શરૂ કરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં બંનેએ કોઇ હકીકત કબુલી નહોતી, પરંતુ તેઓને અલગ અલગ રાખી ક્રોસ પુછપરછ કરવામાં આવતાં ભાંડો ફૂટી ગયો હતો. હત્યાની કબુલાત કરતાં પોલીસે કિરીટભાઇ સોમાભાઇ પટેલ અને તેમની પત્ની નયનાબહેનની અટકાયત કરી હતી.
ટ્રેકટર દ્વારા લાશ વગે કરાઇ
પોલીસે કરેલી પુછપરછમાં કિરીટ પોતાના મિત્રનું ટ્રેકટર લઇ આવ્યો હતો. બાદમાં તબેલા ઉપરથી ટ્રેકટરમાં લાશ નાખી ઇસણાવ ગામની સીમમાં ગયો હતો. અંધારૂ હોઇ કોઇએ તેને જોયો નહોતો. અંધારાનો લાભ લઇ કિરીટે ખુલ્લા ખેતરમાં લાશ નાખી દઇ પરત આવી ગયો હતો.
મોબાઇલ આધારે ભેદ ઉકેલાયો
સોજિત્રા પીએસઆઇ એલ.વી.વાધેલાના જણાવ્યાં મુજબ મૃતકના મોબાઇલની કોલ ડિટેઇલ કાઢવામાં આવી હતી. જેમાં નયનાનો મોબાઇલ મળી આવ્યો હતો. છેલ્લે નયનાએ તેને ફોન કર્યોહોવાનું જણાઇ આવતાં નયના અને તેના પતિને ઉચકી લઇ પુછપરછ કરતાં ભેદ ઉકેલાઇ ગયો હતો.
નયનાએ ફોન કર્યોહતો
નયના સાથે પિનાકિનને આડો સંબંધ હોવાની જાણ તેના પતિ કિરીટને થઇ ગઇ હતી. આખરે કિરીટે પિનાકિનની હત્યા માટે નયનાને સમજાવી લીધી હતી. બનાવન