ભાસ્કર ન્યૂઝ . આણંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ . આણંદ

સ્વચ્છભારત અભિયાન અંતર્ગત અરીબાસ કોલેજમાં એનએસએસ, સોસાયટી ઓફ વાઇલ્ડ, લાઇફ એન્ડ નેચર તથા સાયન્ટિફિક કલબના ઉપક્રમે સફાઇ કાર્ય, ચિત્રકલા, કાર્ટૂન, સ્લોગન, ફોટોગ્રાફી તેમજ ક્વિઝ જેવાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરીબાસમાં એન.એસ.એસના કાર્યકર્તાઓ દ્વારા ડો.કલ્પેશ ઇશનવા અને ડો.રજનીકાંત પટેલના માર્ગદર્શન હેઠળ સફાઇ કરવામાં આવી હતી. સ્વાન દ્વારા આયોજિત િચત્રકલા, કાર્ટૂન, સ્લોગન અને ફોટોગ્રાફી સ્પર્ધાનું સંચાલન ડો. દિગ્વીજય રાણા દ્વારા કરવામાં આવ્યું હતું. મારાં સ્વપ્નનું સ્વચ્છ ભારત વિષય પર આયોજિત ચિત્ર સ્પર્ધામાં મોનિકા પટેલ, કિંજલ દવે અને અરુંધતી લહેરી વિજેતા રહ્યા હતા. સ્વચ્છતા સ્વાસ્થ્ય માટે જરૂરી વિષય પર કાર્ટૂન સ્પર્ધામાં લીપી શર્મા, સિિદ્ધ પટેલ અને પૂજા મકવાણા વિજેતા રહ્યા હતા.

ફોટોગ્રાફી સ્પર્ધામાં નિતિશ જૈન, શિવમ અને વત્સલ પંચાલ તથા સ્લોગન સ્પર્ષામાં લીપી શર્મા, ચિંતન િત્રવેદી અને મિનેશ પટેલ વિજેતા રહ્યા હતા. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનની સફળતા કે નિષ્ફળતાની સંભાવના પર ડો. શિલ્પા ગુપ્તે દ્વારા આયોજિત ક્વિઝમાં રવિના સેવાની, ખુશ્બુ શાહ વિજેતા રહ્યા હતા. ટીમમાં શેલી અને નિકીતા ભટ્ટ, રવિ ચૌધરી અને આનંદ પટેલ તથા ચિતંન ત્રિવેદી અનેઅક્ષય ગોહિલની ટીમ વિજેતા રહી હતી.

ચિત્રકલા, કાર્ટૂન, સ્લોગન, ફોટોગ્રાફી તેમજ ક્વિઝ જેવી િવવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી

વિદ્યાનગર અરીબાસ કોલેજમાં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરાયું

ચરોતરમાં ઠેર ઠેર સ્વચ્છતા અિભયાન શરૂ કરાયુંં છે. તાજેતરમાં ચારૂસેટના િવદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અિભયાન ઉપાડવામાં આવ્યું હતું.