• Gujarati News
  • વલ્લભિવદ્યાનગર સ્થિત બી એન્ડ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, (બીબીઆઇટી)માં

વલ્લભિવદ્યાનગર સ્થિત બી એન્ડ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, (બીબીઆઇટી)માં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભિવદ્યાનગર સ્થિત બી એન્ડ બી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, (બીબીઆઇટી)માં ચાલતી સીડીટીપી સ્કીમ અંતર્ગત ગાડા મુકામે વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રનો ઉદઘાટન સમારોહ યોજાયો હતો. જન ધન યોજનાનો પ્રચાર, શૌચાલય અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ અને સ્વચ્છતા અભિયાન પણ આવરી લેવામાં આવ્યું હતું. તેમજ જનજાગૃતિ માટે રેલીનું પણ યોજાઇ હતી.

બીબીઆઇટીના આચાર્ય ડો. કે. એમ.મકવાણાએ જણાવ્યું હતું કે ‘પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત ગામની અંદર 90 ટકા ખાતા ખોલાવવામાં આવેલા છે અને ઝડપથી જે બાકી રહી ગયા હોય તેમનાં ખાતા ખોલાવી 100 ટકા ખાતા બેંકમાં ખોલાય તેવો જનમેદનીને શૌચાલય બનાવવા માટે જરૂરી ટેકનિકલ સપાેર્ટ સંસ્થા તરફથી મળી રહેશે. તેવી ખાતરી આપી હતી. તેમજ સ્વચ્છ ગાડા ગામ બનાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો. પ્રસંગે સીડીટીપી સ્કીમના ઇન્ટરનલ કો.ઓર્ડિનેટર ડી. કે.પરમારે દેશમા઼ વ્યવસાયલક્ષી તાલીમની જરૂરિયાત અને તેનો ઉદ્દેશ સમજાવ્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે જણાવ્યું હતું કે, ગાડા ગામની અંદર 90થી લક્ષ્યાંક હાંસલ કરેલ છે અને નજીકના ભવિષ્યમાં ગામ અને સંસ્થાના પ્રયત્નોથી 100 ટકા સિદ્ધિ હાંસલ થશે.

સોજિત્રા તાલુકાના બ્લોક ઓફિસર બીપીનભાઈએ શૌચાલય સહાય અંગેની માહિતી આપી હતી. ગાડા ગામમાં શૌચાલય અંતર્ગત સર્વે વર્ક સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ કર્યું હતું. પ્રસંગે બીબીઆઇટીના ડો. એસ.કે.દવે, પ્રો.એચ.કે.પટેલ, ગાડા કેળવણી મંડળના પ્રમુખ અંકુરભાઈ, મંત્રી હાઇસ્કૂલના આચાર્ય એન.આર.પટેલ અને ગામના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પ્રો. નંદન પટેલ અને સુરેશભાઈએ કર્યુ હતું.

િવદ્યાનગર BBIT દ્વારા ગાડામાં વ્યવસાયલક્ષી તાલીમ કેન્દ્રનો પ્રારંભ