• Gujarati News
  • છેલ્લાએક વર્ષમાં આર્થિક અને શૈક્ષણિકક્ષેત્રે ગુજરાતના શિક્ષણસંકુલ ચારુતર વિદ્યામંડળ

છેલ્લાએક વર્ષમાં આર્થિક અને શૈક્ષણિકક્ષેત્રે ગુજરાતના શિક્ષણસંકુલ ચારુતર વિદ્યામંડળ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છેલ્લાએક વર્ષમાં આર્થિક અને શૈક્ષણિકક્ષેત્રે ગુજરાતના શિક્ષણસંકુલ ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)એ પ્રગતિનાં નવાં સોપાન સર કર્યા છે. સીવીએમની શિક્ષણ સંસ્થાઓ રાષ્ટ્રીયસ્તરે યોજવામાં આવતા મૂલ્યાંકન (એક્રેડિટેશન)માં ગ્રેડ મેળવતી રહી છે અને સાથે સાથે મંડળની મૂડીમાં કુલ 28 કરોડ 28 લાખ રૂપિયાનો વધારો નોંધાયો છે. તેમજ તેની મિલકતો રૂપિયા 171 કરોડમાંથી 176 કરોડ રૂપિયાની થતાં તેમાં 5 કરોડનો વધારો થયો હોવાનું સીવીએમની 64મી વાર્ષિક સાધારણ સભામાં માનદ મંત્રી િપ્ર.શનુભાઈ પટેલે જણાવ્યું હતું.

સીવીએમની સાધારણ સભા સીવીએમના ચેરમેન ડો.સી.એલ.પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. વાર્ષિક સાધારણ સભામાં મંડળના ઉપપ્રમુખપદે ફરી હસમુખભાઇ પટેલ બિનહરીફ ચૂંટાયેલાં જાહેર કરવામાં આવ્યા હતા. વર્ષે વી.પી.સાયન્સ કોલેજ, અરિબાસ, આઇસ્ટાર અને એસ.એમ.પટેલ કોલેજ ઓફ હોમસાયન્સને નેક એક્રિડિેશનમાં ‘એ’ ગ્રેડ પ્રાપ્ત થયાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. ચારુતર વિદ્યામંડળની વી.પી.સાયન્સ હોમસાયન્સ અને એચ.એમ.પટેલ ઇન્સ્ટિટ્યૂટને યુજીસીએ પોટેન્શિયલ ફોર એકસેલન્સ હેઠળ મોટી રકમ ખાસ અનુદાન તરીકે આપી હોવાનું પણ અધ્યક્ષ ડો.સી.એલ.પટેલે જણાવ્યું હતું. સીવીએમના અધ્યક્ષ ડો.સી.એલ.પટેલે મંડળના કાઉન્સિલ સભ્યો, દાતાઓ, તેમનાં પ્રતિનિધિ સભ્યો તેમજ શિક્ષણ સંસ્થાઓના વડાઓ અને કર્મચારીગણના સાથ-સહકારથી પ્રગતિનાં નવા સોપાન સર કરવાનું શક્ય બન્યું હોવાનું જણાવતાં મંડળની મૂડી અને મિલકતોમાં થયેલો વધારો ટીમ સ્પિરિટનું પરિણામ લેખાવ્યું હતું.