• Gujarati News
  • પેટલાદતાલુકાના ચાંગા ગામની દૂધ મંડળીમાં મંગળવારે સાંજના સમયે દૂધ

પેટલાદતાલુકાના ચાંગા ગામની દૂધ મંડળીમાં મંગળવારે સાંજના સમયે દૂધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પેટલાદતાલુકાના ચાંગા ગામની દૂધ મંડળીમાં મંગળવારે સાંજના સમયે દૂધ લેવાની લાઇનમાં ઉભા રહેવાની બાબતે થયેલા કોમી દંગલમાં મહેળાવ પોલીસે વધુ એક ઇસમની અટકાયત કરી હતી.

ચાંગા ગામના રાકેશભાઇ િવઠ્ઠલભાઇ પટેલનો દીકરો પ્રથમકુમાર ગામની દૂધ મંડળીમાં દૂધ લેવા માટે લાઇનમાં ઉભો હતો. તે વખતે એક ઇસમે તેને લાઇનમાં ઉભા રહેવા બાબતે લાફો મારી દીધો હતો. બાબતે પ્રથમકુમારે ઘરે જઇ િપતાને જાણ કરતાં તેના િપતા વહોરાના છોકરાને ઠપકો કરવા ગયાં હતાં. બાબતની જાણ થતાં વહોરા કોમનું સો માણસનું ટોળુ દૂધ મંડળીએ પહોંચી ગયું હતું. જેને લઇને બંને પક્ષના ટોળા વચ્ચે દંગલ થયું હતું. મારામારીમાં મૂન્નો ઇસ્માઇલ વોરા અને અન્ય ટોળાએ હુમલો કરી િનકુંજભાઇને ચપ્પુ મારી તેમજ દોઢ તોલાના સોનાના દોરાની સાથે દૂધ મંડળીની રોકડની લૂંટ કરી હતી. સાથે સાથે છુટા પથ્થરો મારી ચારેક જણને ઇજા પહોંચાડી 50 લીટર દૂધ ઢોળી દીધું હતું. જેને લઇને સામેના િનકુંજભાઇ જીવણભાઇ પટેલ અને અન્ય 50 માણસના ટોળાએ વળતો હુમલો કરી અશરફભાઇને ધાિરયુ મારી ગંભીર ઇજા પહોંચાડી રમીઝને બેઝબોલના બેટથી છાતીમાં મારી ઇજા પહોંચાડી પથ્થરમારો કર્યો હતો. અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ આધારે સામસામે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. ગુનામાં સંડોવાયેલા કેટલાક ઇસમોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન મહેળાવ પોલીસે ગુનામાં સંડોવાયેલા રમીઝભાઇ વહોરાની શુક્રવારે મોડી સાંજે અટકાયત કરી વધુ આરોપીઓની અટકાયત માટે ચક્રોગતિમાન કર્યા છે.

ચાંગા કોમી દંગલમાં વધુ એકની અટકાયત કરાઇ