ભાસ્કર ન્યૂઝ. આણંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. આણંદ

આણંદતાલુકાના બોરીઆવી ખાતે ગામના તળાવ પાસેથી ગામના એક યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી છે. યુવકની હત્યા થઇ હોવાની શંકા આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ બોરીઆવી ગામમાં શેરડી ફળિયામાં રહેતા 26 વર્ષના અશોકભાઇ ડાહ્યાભાઇ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજુરીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. દરમિયાન શુક્રવારે સવારે તેઓ િનત્યક્રમ મુજબ મજુરીકામે ગામમાં ગયાં હતાં. મોડી સાંજ સુધી તેઓ પરત આવતાં તેઓના પરિવારે તપાસ શરૂ કરી હતી. મોડી રાત સુધી તેઓનો કોઇ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન શનિવારે સવારે ગામના બોડી તળાવ પાસે એક લાશ પડી હોવાની જાણ ગ્રામજનોને થઇ હતી. લાશને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં.

જેમાં મૃતક ગામના અશોકભાઇ ડાહ્યાભાઇ રાઠોડ હોવાનું જણાઇ આવતાં ગ્રામજનોએ તેઅોના પરિવારને જાણ કરી હતી. તેઓના પરિવારના લક્ષ્મણભાઇ ડાહ્યાભાઇ રાઠોડે બાબતે આણંદ રૂરલ પોલીસ મથકે જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. લાશનો કબજો લઇ પીએમ માટે હોિસ્પટલમાં મોકલી આપી હતી. અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બોરીયાવી તળાવ નજી સ્થળેથી લાશ મળતાં ચકચાર મચી છે.

પીએમ બાદ ફરિયાદ

આણંદ રૂરલપોલીસના જણાવ્યાં મુજબ અશોકભાઇના મોત કેવી રીતે થયું તે પોસ્ટ મોર્ટમના િરપોર્ટ બાદ બહાર આવશે. પોસ્ટ મોર્ટમમાં તેઓનું મોત િનપજાવવામાં આવ્યું હોવાનું સાબિત થતું હશે તો હત્યાનો ગુનો નોંધીને દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

હત્યાની આશંકા

પોલીસના જણાવ્યાંમુજબ મૃતક 26 વર્ષના અશોકભાઇની લાશ ગામના તળાવ પાસેથી મળી આવી હતી. તેઓની જમણી આંખ ઉપર, માથામાં, નાક, અને મોં ઉપર ઇજાના િનશાન હતાં જે આધારે કોઇએ તેઓની કોઇ બોથડ પદાર્થ મારી હત્યા કરી નાખી હોવાની આશંકા સેવાઇ રહી છે.

બોરીઆવી તળાવ નજીક લાશ મળી : હત્યા કરાયાંની આશંકા