• Gujarati News
  • ખંભાતઅને તારાપુર તાલુકાના લાભાર્થીઓ માટે યોજાયેલ પ્રાંત કક્ષાના ગરીબ

ખંભાતઅને તારાપુર તાલુકાના લાભાર્થીઓ માટે યોજાયેલ પ્રાંત કક્ષાના ગરીબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતઅને તારાપુર તાલુકાના લાભાર્થીઓ માટે યોજાયેલ પ્રાંત કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી છત્રસિંહ મોરીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારનો કોઇપણ નાગરિક બેંકમાં ખાતું ખોલાવ્યા વગર રહે તે જોવા હાંકલ કરી હતી. ગરીબ કલ્યાણ મેળામાં ખંભાત અને તારાપુર તાલુકાના 3094 લાભાર્થીઓને 231.60 લાખની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ખંભાત ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિ ગ્રાઉન્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી છત્રસિંહ મોરી અને મહાનુભાવોના હસ્તે સાતમાં તબક્કામાં ગરીબ કલ્યાણ મેળા યોજવામાં આવી રહ્યા છે. તેમજ બેંકમાં જન-ધન યોજના હેઠળ મળતા લાભ અને સુરક્ષા કવચ અંગે જાણકારી આપી હતી. ઉપરાંત ખેડૂતો અને પશુપાલકો ગાય કે ભેંસની ખરીદી કરવા માટે પણ સરકારની યોજનાનો લાભ મેળવે તેમ જણાવ્યું હતું. વડોદરા શહેરી વિસ્તાર સત્તામંડળના ચેરમેન એન. વી. પટેલ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેન વાડીલાલ પટેલ, ખંભાતના ધારાસભ્ય સંજયભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા. ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 1139 અને ખંભાત શહેરી વિસ્તારના 706 તથા તારાપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 1249 મળીને કુલ 3049 લાભાર્થીઓને રૂ. 231.60 સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આવાસ યોજના, રોજગાર યોજના, સમાજ સુરક્ષાની યોજના, માતૃબાળ કલ્યાણ યોજના, સમાજ કલ્યાણની યોજના, મિશન મંગલમ યોજના અને અન્ય યોજનાઓના લાભો લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.

પ્રારંભમાં સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી સોલંકીએ અને આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી વણકરે કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ જશવંતિસંહ સોલંકી, કલેકટર રાકેશ શંકર, જિલ્લા વિકાસ અધિકારી સુનિલ પટેલ, પોલીસ અધિક્ષક અશોકકુમાર યાદવ, પૂર્વ સાંસદ દિપકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શિરીષભાઇ શુકલ સહિત ખંભાત અને તારાપુરના નગરજનો તથા લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

બોરસદ પ્રાંતકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

બોરસદ. બોરસદપ્રાંતકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો બોચાસણ ખાતે યોજાયો હતો, જેમાં 3 હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 3 કરોડ ઉપરાંતની સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી છત્રસિંહ મોરીએ જણાવ્યું હતું કે ‘ગરીબ કલ્યાણ મેળા યોજનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. જ્યાં લાભાર્થીઓને મળવાપાત્ર સહાય સીધેસીધી આપવામાં આવે છે.’ ગુજરા