• Gujarati News
  • આણંદમાં 15મીએ રોજગાર યુવાનોનો ભરતીમેળો યોજાશે

આણંદમાં 15મીએ રોજગાર યુવાનોનો ભરતીમેળો યોજાશે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લારોજગાર કચેરી આણંદ દ્વારા જિલ્લાના રોજગારવાંચ્છું ઉમેદવારોના લાભાર્થે 15 મે, 2015 ના શુક્રવારે સરદાર વલ્લભભાઇ પટેલ હાઇસ્કૂલ, આણંદ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

રોજગાર ભરતીમેળામાં ટ્રેઇની અને હેલ્પરની જગ્યા માટે ધો.8થી 12 પાસ, ઉંમર 18 થી 30 વર્ષ. ફિલ્ડ/સેલ્સ એક્ઝિક્યુટિવની પેટલાદ, બોરસદ, ખેડા, આણંદ અને ગોધરાની ખાલી જગ્યાઓ ભરવા માટે ધો.10 પાસ કે તેથી વધુ, ઉંમર 18 થી 28 વર્ષ. ચિખોદરા ખાતે કેશીયર, કુક, અસિસ્ટન્ટ કુકની ખાલી જગ્યાઓ ભરવા માટે સ્નાતક અને કમ્પ્યુટરનો અનુભવ ધરાવતાં ઉમેદવારો માટે. રોજગાર ભરતીમેળાનો લાભ તમામ ઉમેદવારો લઇ શકશે.

ઉપરાંત સ્વરોજગારી મેળવવા અંગેનું માર્ગદર્શન અને સાહિત્યનું વિતરણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, તેમ જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું.