• Gujarati News
  • શાળામાં થયેલી ચોરીની ફરિયાદ પાંચ માસે નોંધાઇ

શાળામાં થયેલી ચોરીની ફરિયાદ પાંચ માસે નોંધાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તારાપુરતાલુકાના ઉટવાડા ગામની પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબમાંથી 26 હજારના સામાનની ચોરીની ફરિયાદ પાંચ માસ બાદ નોંધાતાં ચકચાર મચી છે.

પોલીસના જણાવ્યાં મુજબ ઉટવાડા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ગત 26મી એિપ્રલ, 2014ની રાત્રે ત્રાટકેલા તસ્કરોએ કોમ્પ્યુટર લેબનું તાળુ તોડી અંદર પ્રવેશ કરી કોમ્પ્યુટરના સાધાનો મળી કુલ 26 હજારની મત્તા ચોરી ગયાં હતાં. જોકે, જે તે સમયે બાબતે શાળા તરફથી કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નહોતી. દરમિયાન પાંચ માસ બાદ બાબતે શાળાના રશ્મીકાતં શનાભાઇ પટેલે તારાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તેઓની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.