• Gujarati News
  • આધુિનક યુગમાં રંગોળીની પરંપરા યથાવત

આધુિનક યુગમાં રંગોળીની પરંપરા યથાવત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
િદપાવલીપર્વ એટલે પ્રકાશ પર્વ. પર્વને ભારે ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. પર્વ નિમિતે નડિયાદ સહિત જિલ્લાના તાલુકા મથકોના બજારમાં વસ્ત્રો, ઘરસજાવટ, ખાદ્યચીજ વસ્તુઓ ખરીદીના સાથે સાથે ઘર આગણાંને રંગબેરંગ કલરોથી સુશોિભત કરવા માટે કલરના ભારે માગ જોવા મળી રહી હોય તેમ છે. બજારોમાં ઠેર-ઠેર લારીઓમાં રંગો વેચનારાઓ વધુ જોવા મળી રહ્યા છે. આજના આધુિનક યુગમાં િદપાવલી પર્વ પ્રસંગે દીપના કોિડયા અને રંગોળી પરંપરાગત યથાવત રહી છે.

ખેડા િજલ્લામાં િદપાવલી પર્વને ઉજવવા માટે િજલ્લાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહિલાઓ ઘરની સાફ-સફાઇ બાદ તેને સજાવટની વસ્તુઓ જેવી કે રંગોળી પૂરવાના રંગો, સ્ટીકર સહિત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે નડિયાદના સ્ટેશન રોડ, સંતરામ રોડ, ડભાણ ભાગોળ, અમદાવાદી બજાર, ડુમરાલ બજાર સહિત બજારોમાં ઉમટી પડી છે. િદપાવલી પર્વને લઇને બજારોમાં રંગ પકડાતાં ભારે રોનક આવી ગઇ છે. બજારોમાં બપોરથી માેડી સાંજ સુધી ખરીદારોની ભારે ભીડ જોવા મળે છે. બજારોમાં ઠેર-ઠેર લારીઓમાં રંગબેરગી લારીઓ પર રંગોની ખરીદી કરવા માટે ગૃહિણીઓ તથા યુવતીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. િદપાવલી પર્વ િનમિતે ઘર આંગણે આંગતુકોને આવકારવા વિવિધ રંગોથી આકર્ષક રંગોળી બનાવીને સુશોભિત કરવામાં આવે છે. આજના યુગમા પણ િદવાળીમાં રંગોળીનું મહત્વ ઘટ્યું નથી.

રંગોળીથી ઘરઆંગણું દીપી ઊઠે છે

સંદર્ભેવૈશાલીબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, િદપાવલી પર્વ સમયે ઘરઆંગણે રંગોળી અવશ્ય પુરવામાં આવે છે. પહેલાં તો હાથથી રંગોળી પુરવામાં આવતી હતી, પરંતુ હાલમાં બજારમાં રંગોળીની િડઝાઇન માટેના કાગળના તથા પ્લાસ્ટિકની િડઝાઇન તૈયાર મળે છે. પહેલાં કરતાં રંગોળી સુંદર અને આકર્ષક બનાવી શકાય છે. રંગોળીથી ઘરઆંગણું દીપી ઊઠે છે.

વર્ષે રંગોળીના કલરના વેચાણ વધુ

સંદર્ભેરંગોળીના કલર વેચનાર કાળાભાઇ તળપદાએ જણાવ્યું હતું કે, દિવાળીના બે િદવસ બાકી રહ્યા છે ત્યારે બજારમાં રોનક દેખાવવા માંડી છે. ગત વર્ષની સરખામણી માં વર્ષે રંગોળી માટેના કલરોના વેચાણમાં વધારો દેખાઇ રહ્યો છે. ટીવી પર આવતી સીિરયલોમાં િદવાળી પર્વ ઉજવણીમાં રંગોળીના દૃશ્યો દર્શાવવામાં આવે છે. તેથી મહિલાઓમાં ક્રેઝ વધ્યો હોવાથી વેચાણમાં વધારો થયો છે.