• Gujarati News
  • આણંદમાંધનતેરસના પગલે સોની બજારમાં ઘરાકીનો માહોલ જોવા મળ્યો હતો,

આણંદમાંધનતેરસના પગલે સોની બજારમાં ઘરાકીનો માહોલ જોવા મળ્યો હતો,

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદમાંધનતેરસના પગલે સોની બજારમાં ઘરાકીનો માહોલ જોવા મળ્યો હતો, ચાલુ સપ્તાહે પૂષ્યનક્ષત્ર બાદ ધનતેરસમાં પણ લોકોએ શુકવંતી ખરીદી કરતાં વેપારીઓ ગેલમાં આવી ગયાં હતાં. છેલ્લા કેટલાક સમયથી સોની બજારમાં સુષ્કતાનો માહોલ જોવા મળતો હતો. જે ચાલુ સપ્તાહ દરમિયાન પૂષ્યનક્ષત્ર અને ધનતેરસના પગલે તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

ધનતેરસના દિવસે સોની બજારમાં નાના વેપારીથી લઇ મોટા વેપારીઓ, શો રૂમ પર ઘરાકી જોવા મળી હતી. વહેલી સવારથી શુભ મુર્હૂતમાં લોકોએ પોતાના બજેટ અનુસાર ખરીદી કરી હતી. ગયા સપ્તાહે પૂષ્યનક્ષત્રના પગલે બે દિવસ સુધી સોની બજાર ધમધમતું રહ્યાં બાદ આજે ફરી ઘરાકી નીકળતાં વેપારીઓના ચહેરાં મલકાઇ ઉઠ્યાં હતાં.

નાના દાગીનાની શુકવંતી ખરીદી થઇ

આણંદમાંપૂષ્યનક્ષત્ર બાદ ધનતેરસમાં પણ ઘરાકી સારી રહી હતી. ખાસ કરીને મધ્યમવર્ગના પરિવારોએ પણ નાના દાગીનાની ખરીદી કરી હતી. એકંદરે વેપારીઓ માટે આજનો દિવસ સારો રહ્યો.’ > રાકેશસોની, ગાયત્રીજ્વેલર્સ, આણંદ

ઘરાકીનો માહોલ સારો રહ્યો

આજેલોકોએ સોના - ચાંદીના દાગીના ખરીદવા ભીડ લગાવી દીધી હતી. જોકે, ખરીદીમાં રૂા.5000થી લઇ રૂા.35000 સુધીની ખરીદી જોવા મળી હતી. > રાજેન્દ્રભાઈજૈન, જ્વેલરીકોર્નર, આણંદ

પૂષ્યનક્ષત્ર કરતા 70 ટકા ઘરાકી રહી

આણંદશહેરના સોની બજારમાં ધનતેરસના પગલે ઘરાકી જોવા મળી હતી. જોકે, પૂષ્યનક્ષત્રના પ્રમાણમાં ખરીદી 70 ટકા રહી હતી. પરંતુ ગત વરસ ધનતેરસ કરતાં 20 ટકા વધુ ઘરાકી જોવા મળી હતી.’ > નિલમભાઈસોની, ઝવેરાત,આણંદ.

ગત વરસ કરતાં 20 ટકાથી વધુ ઘરાકી જોવા મળી : સોની બજારમાં સપ્તાહમાં આવેલી તેજીથી વેપારીઓમાં ખુશી વ્યાપી

આણંદ શહેરમાં ધનતેરસમાં સોની બજારમાં ધનવર્ષા