• Gujarati News
  • લોહાણા મહાજન દ્વારા સન્માન સમારંભ યોજાયો

લોહાણા મહાજન દ્વારા સન્માન સમારંભ યોજાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. લોહાણામહાજન આણંદ ખાતે સરસ્વતી સન્માન સમારંભ તથા વિવિધ વેશભૂષા સ્પર્ધા પ્રમુખ પ્રવિણચંદ્ર ઠક્કરના અધ્યક્ષપદે યોજવામાં આવી હતી. સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બે ગૃપમા઼ રાખેલ વિવિધ વેશભૂષા સ્પર્ધામાં 25 બાળકોએ ભાગ લીધો હતો. અખીલ ગુજરાત લોહાણા સમાજ દ્વારા સન્માનિત ચાર મહિલાઓ જીજ્ઞાબેન, પુનમબેન, બીનાબેન, જીનલ તથા એક વિદ્યાર્થિની હેલી, ગુરુકૃપા સ્કૂલ ખાતે મંદબુદ્ધિ બાળકોને વિશિષ્ટ તાલીમ આપતા જિજ્ઞેશકુમાર તથા આણંદ જિલ્લા ખાતે ધો.12માં પ્રથમ આવનાર વિદ્યાર્થી પ્રીયાંશનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.