• Gujarati News
  • આણંદના આકાશમાં ‘રંગ દે બસંતી’નો જાદૂ છવાશે

આણંદના આકાશમાં ‘રંગ દે બસંતી’નો જાદૂ છવાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવાળીનોપર્વ શરૂ થતાં ફટાકડાના બજારમાં ખરીદીની ધૂમ મચેલી છે. બજારમાં જાતજાતના અને ભાતભાતના ફટાકડા બાળકોમાં આકર્ષણ જમાવ્યુ઼ં છે. દર વર્ષે ફટાકડામાં બાળકોમાં આકર્ષણ જમાવ્યું છે. દર વર્ષે ફટાકડામાં નવી નવી આઇટમ આવે છે. વર્ષે ફટાકડાના બજારમાં ‘રંગ દે બસંતી’ અને ‘ઉડી બાબા’ આકર્ષણ જમાવ્યું છે. ફટાકડાના બજારમાં દેશી બનાવટના ફટાકડાની સરખામણી ચાઇનીઝ ફટાકડા ધૂમ મચાવી રહ્યા છે.

દિવાળી પર્વનો પ્રારંભ થતાં ફટાકડાની દુકાનોમાં ઘરાકી વધતી જાય છે. એમાંય વર્ષે ફટાકડામાં દેશી બનાવટના ફટાકડા સાથે વિવિધ પ્રકારના ચાઇનીઝ ફટાકડાએ ગ્રાહકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. ફટાકડાના વેપારી સુધીરભાઈએ જણાવ્યું હતું કે ‘આ વર્ષે નવીન ફટાકડામાં રંગ દે બસંતી અને ઉડી બાબા ધૂમ મચાવશે. કોઇ ચાઇનીઝ બનાવટ નથી પરંતુ દેશી બનાવટના ફટાકડા છે. રંગ દે બસંતીથી વિવિધ પ્રકારના રંગોથી બનનાર વિવિધ પ્રકારની ડિઝાઇનથી આકાશમાં રંગો અને રોશનીથી ઝગમગાહટ છવાઇ જશે. રંગ દે બસંતીની વિશેષતા એવી છે. કે 20 મિનીટમાં 120 ધડાકા થશે તેમજ 8 થી 10 જુદા જુદા કલરથી 35 ઉપરાંત ડિઝાઈન બનશે. રંગ દે બસંતીથી આકાશમાં અનોખો નજારો જોવા મળશે. તેમજ ઉડી બાબા પણ ફટાકડામાં વિશેષ આઇટમ છે. ઉડી બાબા ફટાકડાના અડધો કલાક આકાશમાં 240 ધડાકા થશે. ઉપરાંત નાના બાળકોની આઇટમમાં વર્ષે મ્યુિઝકવાળા તારામંડળ ગ્રાહકો વધુ પસંદ કરી રહ્યા છે.’

આણંદના બજારમાં અવનવાં ફડાકડાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં.