• Gujarati News
  • વિદ્યાનગરની શાળાના છાત્રો ફટાકડાં નહીં ફોડે

વિદ્યાનગરની શાળાના છાત્રો ફટાકડાં નહીં ફોડે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાનગરસ્થિત વી એન્ડ સી પટેલ સ્કૂલના આશરે 500 જેટલાં બાળકો અને તેમના વાલીએ દિવાળીમાં ફટાકડાં ફોડવા સોગંધ લીધાં છે. જોકે, અભિયાન છેલ્લા વરસથી ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાનમાં મોટા ભાગના બાળકો જોડાયાં છે. પર્યાવરણ તથા માનવીય જીંદગીને બચાવવા કટિબદ્ધ બન્યાં છે.

વી એન્ડ સી પટેલ શાળાના આચાર્યા માધુરી રવિશંકરે જણાવ્યું હતું કે ‘શાળામાં 18મી ઓક્ટોબરના રોજ વાલી મીટિંગ યોજવામાં આવી હતી. મીટિંગમાં કેજીથી લઈ 5મા ધોરણ સુધીના વિદ્યાર્થીના માતા પિતા હાજર રહ્યાં હતાં. મીટિંગ દરમિયાન ‘સિગ્નેચર કેમ્પેઇન’ રાખવામાં આવ્યું હતું, જેમાં દિવાળીના દિવસે ફાટકડાં ફોડવા અપીલ કરવામાં આવી હતી. કેમ્પેઇનમાં આશરે 550 વાલીઓ જોડાયાં હતાં અને તેઓએ ફાટકડાં ખરીદવા અને ફોડવા સોગંધ લીધાં હતાં.’

જલદ કેમિકલ જીવલેણ છે

ફટાકડાંમાંક્લોરેટ, બેરિયમ, નાઈટ્રેટ, સલ્ફર, કોપર, કેડિયમ, શિશુ, મેગ્નેશ્યમ, સોડીયમ જેવા કેમિકલ વપરાય છે. કેમિકલ શ્વાસમાં જતાં ચામડીના રોગ, ફેફસાંના રોગ, કિડનીને અસર થાય છે. બાળકોને તેની ઝડપથી અસર થાય છે. કેમિકલ વાતાવરણમાં ભળવાના કારણે હવા પ્રદૂષણ થાય છે. જે જમીન પ્રદૂષણ અને પાણીમાં ભળતાં પાણી પ્રદૂષિત થાય છે. મહત્વની બાબત છે કે ફટાકડાનાં જબરદસ્ત ધડાકાથી પક્ષીઓ ફફડી ઉઠે છે, જેને કારણે તેમનું મૃત્યુ થાય છે.’ > ધવલભાઈપટેલ, નેચરકલબ, વિદ્યાનગર.