• Gujarati News
  • કઠાણામાં ખોટો વહેમ રાખી એકને માર માર્યો

કઠાણામાં ખોટો વહેમ રાખી એકને માર માર્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદતાલુકાના કઠાણા ગામમાં ખોટો વહેમ રાખી મહિલા સહિત ત્રણ જણાએ હુમલો કરી એકને માર માર્યો હોવાની ફરિયાદ વિરસદ પોલીસ મથકે નોંધાઇ છે.

કઠાણા તાબેના નાગજીપુરામાં રહેતા પ્રતાપ ભીખાભાઇ સોલંકી શનિવારે ગામના રણછોડભાઇ સોલંકી ઉપર ખોટો વહેમ રાખી અપશબ્દો બોલતાં હતાં, જેથી રણછોડભાઇએ અપશબ્દો બોલવાની ના પાડતાં પ્રતાપભાઇ ઘરમાંથી લોખંડની દાંતી લઇ આવી હુમલો કર્યો હતો. ઝઘડામાં પ્રતાપભાઇ અને તેમના પત્ની લીલાબહેન અને કેસરીભાઇ ભીખાભાઇ સોલંકીએ ભયલાલભાઇને દાંતી મારી તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે િવજયભાઇ સોલંકીની ફરિયાદ આધારે પોલીસે પ્રતાપભાઇ સોલંકી, કેસરીભાઇ સોલંકી અને લીલાબહેન સોલંકી સામે ગુનો નોંધ્યો હતો.

ગાડામાં ચાર શખસનો હુમલો

આણંદ.સોિજત્રાતાલુકાના ગાડા ગામમાં રહેતા િજગ્નેશભાઇ ભાનુભાઇ સોલંકીની કાર પાસે નાના છોકરાં રમતાં હોઇ તેઓએ છોકરાઓએ કારથી દૂર રમવા માટે જણાવ્યું હતું. બાબતે પાડોશમાં રહેતા સચીનભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલે તેઓને અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો. ઝઘડામાં સચીનભાઇ અને તેમના સંબંધીઓએ લોખંડની પાઇપથી હુમલો કરી િજગ્નેશભાઇને માર મારી હાથ ઉપર ફેકચર કરી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે િજગ્નેશભાઇની ફરિયાદ આધારે સોિજત્રા પોલીસે સચીનભાઇ ભૂપેન્દ્રભાઇ પટેલ, ભૂપેન્દ્રભાઇ જશભાઇ, મીનાક્ષીબહેન ભૂપેન્દ્રભાઇ અને માનસીબહેન સચીનભાઇ પટેલ સામે ગુનો નોંધ્યો હતો.