• Gujarati News
  • પ્રથમ ‘દૂગ્ધ િદન’ િનમિત્તે પણ દૂધના ભાવ નહીં ઘટવાના અણસાર

પ્રથમ ‘દૂગ્ધ િદન’ િનમિત્તે પણ દૂધના ભાવ નહીં ઘટવાના અણસાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદનીઅમૂલ ડેરી ખાતે બુધવારના રોજ ડો.વર્ગીસ કુરિયનના જન્મ િદવસ નિમિત્તે ‘મિલ્ક ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે બીજી પ્રોડક્ટનો ભાવ વધે છે, ત્યારે પશુપાલકોને પોષણક્ષમ ભાવો મળી રહેશે, તેમ જણાવી આડકતરી રીતે દૂધના ભાવ હાલ ઘટવાનો ઇશારો કર્યો હતો.

અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમારે હાલની પરિસ્થિત વિશે જણાવ્યું હતું કે ‘ખેડા આણંદના સભાસદો મજુરી કરી દૂધનો ધંધો કરે છે. બહેનો થકી પશુપાલન વ્યવસાય જીવંત છે. માટે દૂધના પૈસા પણ બહેનો પાસે રહેવા જોઈએ. પુરૂષોએ ખેતી કે અન્ય વ્યવસાય કરવો જોઈએ. લક્ષ્મીએ લક્ષ્મી સાચવવી જોઈએ. અમૂલમાં રામસિંહ કાયમી નથી, પરંતુ બહેનો તેની માલિક છે. માટે બહેનોને સલાહ છે કે દૂધમાં પાણી નાખશો. સારું દૂધ આપશો તો સારું વળતર મળશે. ખાસ કરીને બાળકોને પણ ચોખ્ખું દૂધ આપો. હાલ દાણમાં ભાવ ઘટ્યાં છે, પરંતુ બીજી પ્રોડક્ટનો ભાવ વધે છે, માટે પોષણક્ષણ ભાવો મળે તેવાં પ્રયત્ન કરાશે.’