• Gujarati News
  • બોરસદમાં બંધ મકાનમાંથી પોણા લાખની મત્તા ચોરાઇ

બોરસદમાં બંધ મકાનમાંથી પોણા લાખની મત્તા ચોરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદ. બોરસદના એક બંધ મકાનમાંથી તસ્કરો પોણા લાખની ચોરી કરી ગયાં હોવાની ફરિયાદ બોરસદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. પોલીસના જણાવ્યાં મુજબ બોરસદમાં સત્યમ પાર્ક સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત મણીભાઇ મકવાણાના બંધ મકાનનું ૨૬મી મેની રાત્રે કોઇ તસ્કરોએ તાળુ તોડી અંદરથી ૪૩,૩૦૦ રૂપિયાના સોનાચાંદીના દાગીના, ૩૦ નંગ સાડી અને ચણિયા, રોકડા બે હજાર રૂપિયા, અગત્યના કાગળો તેમજ ઘર બહાર મુકેલ એકિટવા મળી કુલ પોણા લાખની મત્તા ચોરી કરી ગયાં હતાં. આ અંગે પોલીસે ચંદ્રકાંતભાઇની ફરિયાદ આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.