• Gujarati News
  • આણંદમાં 4 માથાભારે ઇસમો છાટકાં બન્યાં : મહિલાની છેડતી

આણંદમાં 4 માથાભારે ઇસમો છાટકાં બન્યાં : મહિલાની છેડતી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આણંદશહેરમાં મંગળવારે રાત્રે િવદ્યાનગરના કેટલાક માથાભારે ઇસમોએ આણંદના રહીશ પાસે કાર માંગી તેને માર મારી મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આણંદ શહેર પોલીસ મથકે નોંધાતાં ચકચાર મચી છે.

પોલીસના જણાવ્યાં મુજબ આણંદમાં સત્યનારાયણ સોસાયટીમાં રહેતા બુધારામ ખેતારામ ચાૈધરી અને તેમના પત્ની ઘરે હતાં તે વખતે િવદ્યાનગરમાં રહેતા િવજયભાઇ ઊર્ફે ભુિરયો ચંદુભાઇ જાદવ, િમનેશભાઇ મનસુખભાઇ સોલંકી ઊર્ફે સન્નાટો, મેિડયો ઊર્ફે મુકેશભાઇ ગોિવંદભાઇ પટેલ અને એક મારવાડી ઇસમ તેઓના ઘર પાસે આવ્યાં હતાં. ઇસમોએ મહિલાનાં પતિ પાસે કારની માંગણી કરતાં બુધારામે કાર આપવાની ના પાડી દીધી હતી, જેથી ઉશ્કેરાયેલા િવજયભાઇ અને તેના સાગરીતોએ ગાડીના કાચ તોડી નાખ્યાં હતાં. બાદમાં મહિલાને કારની પાછળ લઇ જઇ આબરૂ લેવાની કોિશષ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંગે મહિલાની ફરિયાદ આધારે આણંદ શહેર પોલીસે ચાર ઇસમ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.